Honeymoonથી પાછી ફરેલી સોનાક્ષીએ એવું તો શું કર્યું કે બધાની આંખો પહોળી થઈ ગઈ?

Bollywood star સોનાક્ષી સિન્હાના લગ્ન ભલે ઓછી ધામધૂમથી થયા પણ લગ્ન પહેલા અને પછી ચગેલા વિવાદોને લીધે તે લાંબો સમય સમાચારોમાં રહી. પતિ ઝહીર ઈકબાલ સાથે હનીમૂન કરવા જઈ પાછી ફરેલી સોનાક્ષી પ્રેગનન્ટ હોવાની ખબરો પણ વાયરલ થઈ ત્યારે સોનાક્ષીએ કંઈક એવું કર્યું કે આ ખબરોનો છેદ ઊડી ગયો અને તેને જોઈ સૌની આંખો પહોળી થઈ ગઈ.
તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા પતિ ઝહીર ઈકબાલ સાથે ફિલિપાઈન્સમાં તેના બીજા હનીમૂન પર હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળી હતી પણ ભારત ફર્યા બાદ તે એક રેમ્પ વૉકમાં દેખાઈ હતી. ફેશન શૉમાં તેનો સ્ટનિંગ લૂક જોઈ સૌ કોઈ તાળીઓ પાડવા માડ્યા હતા. સોનાક્ષીની માતા પણ તેને જોઈ રહી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા કોચર વીકનો છે, જેમાં સોનાક્ષી સિન્હા ડિઝાઈનર ડોલી જે. માટે શૉ સ્ટોપર બનતી જોવા મળી રહી છે.
લૂકની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાએ ચમકદાર બ્લશ પિંક હાઈ સ્લીટ ગાઉનમાં જોવા મળી હતી. સોનાક્ષીએ ઇવેન્ટમાં હાજર મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા જ્યારે તે ધ કાર્ડિગન્સના ગીત લવફૂલ પર ડાન્સ કરતી જોવા મળી હતી.
વાયરલ વીડિયો પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સોનાક્ષીની બે મોઢે પ્રશંસા કરી રહ્યા છે.