મનોરંજન

અમેરિકન સિંગરના લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન બન્યું કંઈક એવું કે…

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટનું સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં લાઈફ પર્ફોર્મન્સ (American Singer Taylor Swift Live Concert) દરમિયાન કંઈક એવું બન્યું હતું જેની કોઈએ કલ્પના સુધી નહીં કરી હોય. ચાલો તમને જણાવીએ આખો મામલો વિસ્તારથી… અમેરિકન સિંગરના સિંગિર કોન્સર્ટમાં ફેન્સ એટલી મોટી સંખ્યામાં નાચ્યા હતા કે ધરતી હચમચી ગઈ હતી. કોન્સર્ટના લોકેશનથી ચાર મીલ દૂર સુધી ભૂકંપના આંચકા નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જૂલોજિકલ એક્સપર્ટ્સના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ટેલ સ્વિફ્ટની ગયા અઠવાડિયે યોજાયેલા પર્ફોર્મન્સમાં એટલા લોકો પહોંચ્યા હતા કે હકીકતમાં ધરતી હલી ગઈ હતી. જૂલોજિકલ સર્વેની વાત પર વિશ્વાસ કરીએ તો મુર્રેફિલ્ડ સ્ટેડિયમથી આશરે ચાર મીલ દૂર સુધી ભૂકંપની રીડિંગ જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વિફ્ટે પોતાની એરાસ ટૂર દરમિયાન એડિનબર્ગમાં ત્રણ દિવસ લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું અને આ ત્રણેય શોમાં તેણે રેડી ફોર ઈટ, ક્રુઅલ સમર અને શેમ્પેઈન પ્રોબ્લેમ્સ પર્ફોર્મ કર્યું એ સમયે સૌથી વધારે હલચલ અનુભવાઈ હતી.

જોકે, આવું પહેલી નથી બન્યું કે ટેલર સ્વિફટ (American Singer Taylor Swift Live Concert)ના પર્ફોર્મન્સ સમયે ભૂકંપ જેવી સ્થિતિનો અનુભવ થયો હોય. એક પ્રસાર માધ્યમ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર ગયા વર્ષે જુલાઈ મહિનામાં સિએટલમાં ટેલર સ્વિફ્ટના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન 2.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ટેલર સ્વિફ્ટની આ એરાઝ ટૂર 21 મહિનામાં 22 દેશ અને 152 ડેટ્સ બાદ પૂરી થશે. આ સાથે જ ટેલર સ્વિફ્ટે 1 બિલિયનથી વધુ કમાણી કરીને અત્યાર સુધીના સૌથી વધુ કમાણી કરનાર કોન્સર્ટ ટૂરનો રેકોર્ડ બનાવ્યો છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker