મનોરંજન

કોઈએ 400 કરોડ રૂપિયા માગ્યા તો કોઈએ પ્રોપર્ટી માંગી…! બોલિવૂડ સ્ટાર્સના મોંઘા divorces

લગ્ન એ એવી વસ્તુ છે જેને બંને પક્ષો તરફથી સમાન પ્રતિબદ્ધતાની જરૂર હોય છે અને ‘છૂટાછેડા’ શબ્દ હંમેશા વિવાદાસ્પદ માનવામાં આવે છે. પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ. જોકે, સેલેબ્સનું જીવન ખૂબ જ સાર્વજનિક હોય છે. તેથી તેમના સંબંધોમાં ડિવોર્સ ઘણા ખર્ચાળ સાબિત થતા હોય છે. હાલમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનમાં આ વિવાદાસ્પદ શબ્દ-divorceને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો પણ છે કે જો છૂટાછેડા થાય છે, તો હાર્દિક પંડ્યાને વળતર તરીકે નતાશાને મોટી રકમ ચૂકવવી પડશે. આવી પૃષ્ઠભૂમિમાં અમે તમને બોલિવૂડના કેટલાક divorces વિશે જણાવીશું જે ઘણા મોંઘા સાબિત થયા હતા.

1) રિતિક રોશન – સુઝેન ખાન
રિતિક રોશન અને સુઝેનના છૂટાછેડા બોલિવૂડના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક છે. આ કપલે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને વર્ષ 2013માં અલગ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે અભિનેતાની પૂર્વ પત્નીએ તેમની પાસેથી 400 કરોડ રૂપિયાની એલિમની માંગી હતી, જેમાંથી તેણે 380 કરોડ રૂપિયા આપ્યા હતા.

2) કરિશ્મા કપૂર અને સંજય કપૂર
કરિશ્મા કપૂરે લગ્નના 11 વર્ષ બાદ 2016માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા દરમિયાન કરિશ્મા અને તેના પતિ સંજય વચ્ચે 14 કરોડ રૂપિયાનો કરાર થયો હતો. જે અંતર્ગત બિઝનેસમેન સંજય દર મહિને કરિશ્માને 10 લાખ રૂપિયા આપે છે. આ પૈસા તેના બે બાળકોની દેખરેખ પાછળ ખર્ચવામાં આવે છે.

3) સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
13 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યાના 13 વર્ષ બાદ સૈફે તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેણે છૂટાછેડા દરમિયાન એક્ટ્રેસને 5 કરોડ રૂપિયાનું ભથ્થું આપ્યું હતું. આ સાથે તે બાળકોના ખર્ચ માટે દર મહિને એક લાખ રૂપિયા આપતો હતો.

4) સંજય દત્ત અને રિયા પિલ્લઈ
રિયા પિલ્લઈ સંજયની બીજી પત્ની હતી. સંજય રિયાને ખૂબ પ્રેમ કરતો હતો અને છૂટાછેડા પછી લાંબા સમય સુધી રિયાનો તમામ ખર્ચ ઉઠાવતો રહ્યો હતો. જો અહેવાલોનું માનીએ તો સંજયે રિયાને વળતર તરીકે 4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને મોંઘીદાટ કાર પણ આપી હતી.

5) આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના
ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર અને રાની મુખરજીના પતિ આદિત્યએ તેની પત્ની પાયલથી છૂટાછેડા લેવા માટે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ સાથે આદિત્યના છૂટાછેડા પણ દેશના સૌથી મોંઘા છૂટાછેડા બની ગયા હતા.

6) આમિર ખાન-રીના દત્તાઃ
બોલિવૂડ એક્ટર આમિર ખાને તેના પરિવારની વિરુદ્ધ જઈને 1986માં રીના દત્તા સાથે લવ મેરેજ કર્યા હતા. જોકે, લગ્નના 16 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ આમિર ખાને રીના દત્તાને 50 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપ્યું હતું.

7) મલાઈકા અરોરા-અરબાઝ ખાનઃ
2017માં બંને 18 વર્ષના રિલેશન બાદ અલગ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરસ્પર સહમતિથી થયેલા આ છૂટાછેડામાં મલાઈકાએ 15 કરોડ રૂપિયાની એલિમની મળી હતી.

8)ફરહાન અખ્તર અને અધુના ભાબાની
ફરહાન અને અધુનાએ લગ્નના 16 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા પછી અધુનાએ મુંબઈમાં 1000 ચોરસ ફૂટનો બંગલો પોતાની પાસે રાખવાની માંગ કરી હતી. આ સિવાય ફરહાન પોતાની દીકરીની દેખભાળ માટે દર મહિને મોટી રકમ આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button