સોફિયા અંસારીનો સાડી લુક: બિકિની છોડી ટ્રેડિશનલ અંદાજમાં ચાહકોને કર્યા દિવાના

મુંબઈઃ ફિલ્મ સિવાય મોડેલિંગ ક્ષેત્રે એક્ટિવ કલાકારોને કામ મળે કે નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ અચૂક રહે છે. આ કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને નામ તો કમાય છે, પરંતુ એની સાથે પૈસા પણ મળી રહ્યા છે, જેમાં સોફિયા અંસારીનું નામ લઈ શકાય, જેને તાજેતરમાં બોલ્ડ આઉટફીટ નહીં પણ સાડી પહેરીને ચર્ચામાં આવી ગઈ છે.
સોફિયા અંસારી મોટા ભાગે બિકિની અથવા મિનિમલ આઉટફિટમાં જોવા મળે છે. પરંતુ સોફિયાએ ટ્રેડિશનલ લુકમાં પોતાની સુંદરતાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેના ગ્લેમરસ સ્ટાઇલ પછી ચાહકો તેના નવા લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના આ પોતા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
નેહા મલિકે હોટેલની બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ, ચાહકો થયા દિવાના…
સોફિયા અંસારી તેના બિકિની અને બોલ્ડ લુક માટે પ્રખ્યાત છે, પરંતુ તે સાડી અને ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. એક ફોટામાં તેણે માંગટીકો, કાનમાં બુટ્ટી અને ગજરા સાથે સુંદર સાડી પહેરી હતી. ચાહકોને આ લુક ખૂબ પસંદ આવ્યો છે. સોફિયાએ ગુલાબી રંગની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યા હતા સાથે ઘરેણાં પણ પહેર્યા હતા, જે તેના દેખાવને વધુ નિખારતા હતા.
બીજા એક ફોટામાં સોફિયાએ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું અને કાનમાં બુટ્ટી પહેરી હતી અને બિંદી લગાવી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોફિયા આછા ગુલાબી રંગની ચિકનકારી કુર્તીમાં ખૂબ જ માસૂમ અને સુંદર લાગી રહી હતી. તેણે કાનમાં હેવી ઝુમકા પહેર્યા હતા.
56 વર્ષેય આ અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ ચાહકોને બનાવી દીધા દિવાના…
એક ફોટામાં તેણે શરારા સૂટ અને દુપટ્ટો પહેર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર અને પરંપરાગત લાગી રહી હતી. સોફિયાના દેશી લુકના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. તેની સ્ટાઈલ ચાહકોને દિવાના બનાવી દે છે.