… તો આ કારણે Janhvi Kapoorએ Sara Tendulkarને કરી અનફોલો?
Janhvi Kapoor And Sara Tendulkar અત્યારે સૌથી વધુ લાઈમલાઈટમાં રહેતાં નામ છે અને હવે આ બંનેને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. અત્યારે બી-ટાઉનમાં જ્યાં જુઓ ત્યાં જાહન્વી કપૂર અને શિખર પહાડિયાના રોમાન્સની જ ચર્ચા ચાલી રહી છે.
કોફી વિથ કરણ પર પણ જાહન્વી શિખર સાથેના પોતાના રિલેશન પર મહોર લગાવી ચૂકી છે. એક બાજું જાહન્વી બોયફ્રેન્ડ સાથેના પોતાના સંબંધનો એકરાર કર્યો હતો અને બીજી બાજું ગયા અઠવાડિયે જ શિખર પહાડિયા અને સારા તેંડુલકર સાથે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા અને આ જોઈને ફેન્સ પણ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે આખરે આ શું ચાલી રહ્યું છે?
હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા અને શિખરનું આ રીતે પાર્ટી કરવું જાહન્વી ખાસ કંઈ રાઝ નથી આવ્યું અને આ જ કારણ છે કે તેણે ઈન્સ્ટાગ્રામ પરથી સારા તેંડુલકરને અનફોલો કરી દીધી છે. થોડાક સમય પહેલાં સુધી જહાન્વી સારાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી હતી. એટલું જ નહીં, પણ જાહન્વી સોશિયલ મીડિયા પર સારાનો ફોટો પણ લાઈક કર્યો હતો, પણ હવે જહાન્વીના ફોલોઈંગના લિસ્ટમાંથી સારાના નામ પર ચોકડી મરાઈ ગઈ છે.
હવે હકીકતમાં આ જ કારણસર જાહન્વીએ સોશિયલ મીડિયા પર સારાથી દૂરી બનાવી છે કે કેમ એ તો જાહન્વી જ કહી શકશે. પણ જાહન્વીના પગલાંથી ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે અને સોશિયલ મીડિયા પર જાત જાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે.