મનોરંજન

તો તેમને અહી ફરીથી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ…..

નવી દિલ્હી: આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ખૂબજ જોર-શોર ચાલી રહી છે. ત્યારે શેમારુ ચેનલે ‘અબ હર ઘર હોગા અયોધ્યા, હર ઘરમે પ્રગટ હોંગે રામ’ના નારા સાથે 1 જાન્યુઆરી 2024 થી સાંજના 7 વાગ્યે રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણનો નિર્ણય કર્યો છે. ચેનલ જણાવ્યું હતું કે પ્રભુ રામ સાથે રામની લીલાઓનાં દર્શન દરેક ભક્તને થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પૌરાણિક ધારાવાહિકમાં રામ, લક્ષ્મણ અને સીતાની મહત્વની ભૂમિકાઓ અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયામાં જોવા મળી હતી. આ ધારાવાહિકને પહેલા પણ દર્શકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે અને હવે તે 22 જાન્યુઆરી બાદ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે ત્યેર એક વાર ફરી ભક્તિમય ધારાવાહિક શરૂ કરીને લોકોને ભક્તિના રંગે રેગવાનો આ એક પ્રયાસ ચેનલ તરફથી કરવામાં આવી રહ્યો છે.

પ્રભુ શ્રી રામના ભક્તો અને આ પાત્રો ભજવનાર કલાકારોને દિલથી ચાહનારા ફેન્સ ઘણા વધારે છે. ત્યારે તેમના માટે એનાથી વધારે ખુશીની વાત કંઈ હોઈ શકે કે તેમને ફરીએકવાર પ્રભુ રામના દર્શન ઘરે બેઠા થશે. ઘણા ભક્તોએ આ શો જાહેર થવા પર જણાવ્યું હતું કે અમે શેમારૂ ચેનલનો આભાર માનીએ છીએ કે તે અમને ફરી એકવાર આ ધારાવાહિક બતાવશે. તેમજ અમારા માટે તો આ પણ એક અવસર જેવું જ છે. નોંધનીય છે કે આ ધારાવાહિક રામાનંદ સાગરની ‘રામાયણ’નું પ્રસારણ આ 1 જાન્યુઆરી, 2024 થી સાંજે 7. 00 વાગ્યા શેમારૂ ચેનલ પર થઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button