…તો હીરામંડીમાં આ તારીકાઓ હોત…સંજય લીલા ભણસાલીની ઈચ્છા આટલા વર્ષે પૂરી થઈ
સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ વેબ સિરીઝ હીરામંડી ધ ડાયમંડ બઝાર 1 મેથી સ્ટ્રીમ થઈ રહી છે, જેને વિવેચકો અને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન, બિગ બજેટ શો વિશે વાત કરતી વખતે, સંજય લીલા ભણસાલીએ કહ્યું કે તે વેબ સિરીઝમાં 70 અને 90ના દાયકાની ત્રણ અભિનેત્રીઓને કાસ્ટ કરવા માંગે છે. એટલું જ નહીં આ યાદીમાં બે પાકિસ્તાની કલાકારોના નામ પણ સામેલ છે. પરંતુ વાર્તા એટલી વિગતવાર હતી, તેથી ફિલ્મ બની શકી નહીં.
સંજય લીલા ભણસાલીએ આ વેબ સિરિઝ વિશે વાત કરતા કહ્યું કે તેમને 18 વર્ષથી હીરામંડીનો વિચાર આવ્યો છે. તેમની ઈચ્છા ફિલ્મ બનાવવાની હતી, પરંતુ સ્ટોરી ઘણી લાંબી હોવાથી તેમણે સિરિઝ બનાવી.
નોંધનીય છે કે હીરામંડી આઝાદી પહેલાના લાહોરમાં ગણિકાઓ અને નવાબોની દુનિયા પર આધારિત છે. તે સમયે આ ફિલ્મ માટે તેઓ રેખા, કરિના કપૂર અને રાની મુખરજીને સાઈન કરવા માગતા હતા.
દિગ્દર્શકે એ પણ ખુલાસો કર્યો કે એક સમયે, તેણે પાકિસ્તાની કલાકારો માહિરા ખાન, ફવાદ ખાન અને ઈમરાન અબ્બાસને શ્રેણીમાં કાસ્ટ કરવા વિશે પણ વિચાર્યું હતું, પરંતુ પછી બધું બદલાઈ ગયું. એક ટીવી શૉમાં ઈમરાને ભણસાલીના શોમાં ભૂમિકાની ઓફર થવા અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, મેં તેનો ઇનકાર કર્યો ન હતો, પરંતુ તે સમયે તે મુલતવી રાખવામાં આવ્યું હતું.
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત પ્રથમ વેબ સિરીઝ હીરામંડી ધ ડાયમંડ બઝારમાં મનીષ કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ, તાહા શાહ, ફરદીન ખાન અને શેખર સુમન અને તેમના પુત્ર અધ્યાયન સુમન છે. ભણસાલીની ફિલ્મોની આ સિરિઝ પણ ભવ્ય સેટ્સ અને જાજરમાન પરિધાનોમાં સજ્જ કલાકારોને લીધે આકર્ષણનું કેન્દ્ર બની છે.