મનોરંજન

તો હવે ભૂલી જજો ટીવી પર કપિલ શર્માનો આ કોમેડી શો જોવાનું

મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો શો ધ કપિલ શર્મા શો હોય કે પછી અન્ય કોઈ કોમેડી શો કપિલની કોમેડીને લીધે તે હિટ બની જાય છે. છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા ‘ધ કપિલ શર્મા શો’ થોડાક સમયથી બંધ છે અને તેના ચાહકો અને તમામ દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમ જ એક ખુશીના સમાચાર આવ્યા છે જેમાં કપિલે ટીવી પર પાછો પોતાના કોમેડીનો જાદુ કરવાનું નક્કી કર્યું છે. કપિલ શર્માનો નવો શો હવે સોની ટીવી કે અન્ય કોઈ ટીવી ચેનલ ઉપર નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. કપિલ શર્મા શો તેની જૂની કાસ્ટ સાથે જ નેટફ્લિકસ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
કપિલે નેટફ્લિકસ પર સ્ટ્રીમ થનારા તેના નવા શોની જાહેરાત કરી છે. માહિતી મુજબ કપિલના આ કોમેડી શોમાં અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક અને રાજીવ ઠાકુર જેવા કોમેડી કલાકારો જોવા મળશે. કપિલના આ નવા શોની જાહેરાતનો એક વીડિયો હાલમાં રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અનેક રસપ્રદ પાત્રો જોવા મળી રહ્યા છે. શોના નવા પ્રોમોને નેટફ્લિકસ ઈન્ડિયાના યુ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
કપિલે આ પહેલા પણ નેટફ્લિકસ પર “આઇ એમ નોટ ડન યેટ” નામનો સ્ટેંન્ડ્પ્ટ કોમેડી શો કર્યો હતો. કપિલના જૂના શો ‘ધ કપિલ શર્મા શો’માં સેલિબ્રિટી તેમની ફિલ્મોના પ્રમોશન માટે આવતી હતી અને કપિલ અને તેમની ટીમ દર્શકોને આ ચેટ શોથી દર્શકો અને સેલિબ્રિટીઝને ભરૂપર હસાવી તેમનું મનોરંજન પૂરું પાડતી હતી. પણ હવે પ્રશ્ન એવો છે કે કપિલના આ નવા શોની ફોર્મેટ કેવી હશે? શું આ પણ જૂના શો જેવો ચેટ શો હશે? જો કે કપિલ પ્રોમોમાં કહેતો જોવા મળી રહ્યો છે કે “કોઈ પુરાની ચીઝે નહીં ચલેગી” તેના પરથી એવુજ લાગી રહ્યું છે કે આ શો દર્શકોને ભરપૂર મનોરંજન આપશે.
કપિલે આ શોને પ્રમોટ કરવા માટે એક ખાસ પદ્ધતિ પણ અપનાવી છે. કપિલ કોઈ ખાસ મોકે જ પાપારાઝીની સામે આવે છે. પણ આ વર્ષે તે દિવાળીના બીજા દિવસે કપિલના ઘરની બહાર એક સામાનથી ભરેલો ટ્રક ઉભેલો જોયો ત્યારે પાપારાઝીએ તેને સવાલ પૂછ્યો કે, ‘શું તે નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યો છે?’. આ વિડિયોને કપિલના નવા શોના પ્રોમો રીલીઝ થયા બાદ બધા જવાબ મળી ગયા છે. કપિલનો ધ કપિલ શર્મા શો 2013થી સોની ચેનલ પર ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker