
બી ટાઉનની ધક ધક ગર્લ માધુરી દિક્ષીત આજે પણ કરોડો દિલની ધડકન છે અને ફેન્સમાં તેનો ક્રેઝ આજે પણ યથાવત્ છે. 80-90ના દાયકાની ટોપની એક્ટ્રેસમાં માધુરીની ગણતરી કરવામાં આવતી અને એવું હોય પણ કેમ નહીં એક્ટિંગની સાથે સાથે તેણે પોતાના ડાન્સથી પણ લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે હજારો દિલ જેને જોઈને ધડકે છે એનું દિલ કોને જોઈને ધડકતું હતું? ચાલો આજે માધુરીની અધૂરી પ્રેમ કહાની વિશે જણાવીએ
તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આપણી આ ‘ધક ધક ગર્લ’નું દિલ એક ક્રિકેટર માટે ધડકતું હતું. એક ફોટોશૂટ દરમિયાન માધુરી દિક્ષીત અને આ ફેમલ ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટરની મુલાકાત થઈ હતી અને પહેલી નજરમાં જ માધુરી આ ક્રિકેટરના પ્રેમમાં પડી ગઈ હતી.
જી હા, માધુરી દિક્ષીત અને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાની લવ સ્ટોરીની અહીં વાત થઈ રહી છે. એક ફોટોશૂટ દરમિયાન આ બંનેની મુલાકાત થઈ હતી અને માધુરી અને અજયના રોમેન્ટિક ફોટા પણ હેડલાઈન્સમાં રહેતા હતા. એ સમયે મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અજય જાડેજા ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા માંગતો હતો અને માધુરી તેને જાણીતા નિર્માતાઓ અને દિગ્દર્શકોને તેની ભલામણ કરતી હતી, પરંતુ અભિનેત્રીની ભલામણ છતાં અજય જાડેજાની ફિલ્મ કારકિર્દીને બ્રેક મળી શક્યો નહીં.
અજય અને માધુરીનો પ્રેમ એકદમ ચરમસીમા પર હતો, પણ તેમનો આ પ્રેમ ક્યારે પૂરો થઈ શક્યો નહીં કારણ કે ક્યારેક પરિવાર તો ક્યારેક પરિસ્થિતિઓ તેમના માટે વિલન સાબિત થઈ. ક્રિકેટરનો રાજવી પરિવાર ફિલ્મોમાં કામ કરતી એક સામાન્ય છોકરીને તેમના પરિવારમાં સ્વીકારવા તૈયાર નહોતો, જેને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી. દરમિયાન મેચ ફિક્સિંગ કેસમાં અજય જાડેજાનું નામ આવતાની સાથે જ બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા અને તેમની લવ સ્ટોરીનો એકદમ કરુણ અંજામ આવ્યો હતો.
મેચ ફિક્સિંગ કેસમાં ફસાઈ ગયા બાદ અભિનેત્રીનો પરિવાર પણ આ સંબંધની વિરુદ્ધ થઈ ગયો હતો અને આખરે બંને અલગ થઈ ગયા હતા. અજય જાડેજા સાથેના બ્રેકઅપ પછી, માધુરી દીક્ષિત તેના જીવનમાં આગળ વધી અને ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા અને