…તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે કોણ છે એ લકી વ્યક્તિ? દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ, આઈડિયલ અને ક્યુટ કપલમાંથી એક છે. ગયા વર્ષે જ કપલ એક સુંદર મજાની રાજકુમારીના માતા-પિતા બન્યા છે અને તેમણે એમનું નામ દુઆ રાખ્યું છે. જોકે, એ વાત અલગ છે કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા એ પહેલાં દીપિકાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ હાલમાં જ દીપિકા અને રણવીરના લગ્નને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા એ પહેલાં તેનું નામ સિદ્ધાર્થ માલ્યા સાથે પણ જોડાયું હતું. રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ દીપિકાના જીવનમાં સિદ્ધાર્થ માલ્યાની એન્ટ્રી થઈ હતી. બંને જણ અવારનવાર સાથે સ્પોટ થતા હતા અને મીડિયામાં પણ બંનેના રિલેશનશિપ્સની જોરશોરથી ચર્ચામાં ચાલી હતી, પણ સિદ્ધાર્થ સાથેની રિલેશનશિપ પણ ખાસ ચાલી નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
આ પણ વાંચો: દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ
સિદ્ધાર્થ સાથેના બ્રેકઅપ બાદ દીપિકાએ જણાવ્યું હતું કે અમારો સંબંધ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે સંબંધમાં કઈ ના બચ્યું હોય ત્યારે એને પૂરું કરી દેવું જ વધારે સારું હોય છે. ન સન્માન, ન પ્રેમ… બધું જ પૂરું થઈ જાય તો બ્રેકઅપ જ ઓપ્શન રહે છે. જ્યારે સિદ્ધાર્થને દીપિકા સાથેની રિલેશનશિપ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે દીપિકા એક ક્રેઝી છોકરી છે…
જોકે, કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે જો દીપિકા અને સિદ્ધાર્થની રિલેશનશિપ બરાબર ચાલી હોત તો કદાચ બંને જણે લગ્ન કરી લીધા હોચ. બંને જણ આ રિલેશનશિપને લઈને ખૂબ જ સિરીયસ પણ હતા.
દીપિકા પદૂકોણ અને રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને જણ છેલ્લે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યા હતા. એ સમયે દીપિકા પ્રેગ્નન્ટ હતી. હાલમાં દીપિકા મધરહૂડને એન્જોય કરી રહી છે અને દીકરી દુઆ સાથે સારો એવો સમય પસાર કરી રહી છે.