તો શું શું પરિણીતી ચોપરાએ ગરીબીનો ખોટો દાવો કર્યો હતો?
પરિણીતી ચોપરાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં લગ્ન કર્યા હતા . આ લગ્નમાં સેલેબ્સ અને ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અભિનેત્રીએ તેના ડી-ડે અને પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના બાળપણના સંઘર્ષ અને ગરીબી વિશે વાત કરતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘મારા બે ભાઈઓ અને મને મોટા થતાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અમારી પાસે પૈસા ન હતા, તેથી હું સાયકલ પર શાળાએ જતી હતી, કારણ કે અમને કાર અને ડ્રાઇવર પરવડતા ન હતા. આ વીડિયો ક્લિપ 2017 માં મુંબઈમાં માર્શલ આર્ટ પ્રોગ્રામની છે જ્યાં પરિણીતીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન બાળપણની ગરીબી અંગે વાત કરી હતી. હવે આ વીડિયો ક્લિપ ફરી એકવાર શેર કરવામાં આવી છે.
અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની આ ક્લિપ પર એક વ્યક્તિએ ફેસબુક પોસ્ટ સાથે સ્ક્રીનશોટ શેર કર્યો અને તેનો ક્લાસમેટ હોવાનો દાવો કર્યો હતો. આ સ્ક્રીનશોટમાં તેણે લખ્યું હતું કે, ‘આ શરમજનક બાબત છે. પરિણીતી સારા કુટુંબમાંથી આવે છે અને છતાં ખોટું બોલે છે. સેલિબ્રિટી બનવું એટલે વાર્તાઓ બનાવવી અને ગરીબ હોવાનો ડોળ કરવો. જ્યાં સુધી મને યાદ છે મારા શાળાના દિવસો દરમિયાન તેમના પિતા પાસે કાર હતી. તે જમાનામાં સાયકલ પર શાળાએ જવાનો એકક્રેઝ હતો અને એ એક મોટી વાત ગણાતી હતી અને દરેકને આ સાયબી પોસાતી નહોતી.
પરિણીતીના વાયરલ વીડિયો પર લોકો ઉગ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું- પરિણીતી ચોપરા હંમેશાથી ખૂબ જ આર્ટિફિશિયલ કઝીન રહી છે, તેના વિશે કંઈ જ સાચું નથી. કદાચ હું થોડો પક્ષપાતી છું પણ મને સિદ અને કિયારા ગમે છે. પરિણીતીએ પોતાના લગ્નમાં પણ આ કપલની નકલ કરી છે. પરિણીતી 17 વર્ષની ઉંમરે અભ્યાસ માટે યુકે ગઈ હતી, તે ગરીબ કેવી રીતે હોઈ શકે?