સ્મૃતિ ઇરાની બની રેડિયો જોકી, વીકલી શો- નયી સોચ નયી કહાનીમાં કહેશે લોકોની સંઘર્ષગાથા
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ‘નયી સોચ નયી કહાની’ નામનો એક સાપ્તાહિક રેડિયો શો શરૂ કર્યો છે. આ શો રમતગમત, આરોગ્ય અને નાણા જેવા વિષયો પર કેન્દ્રિત હશે. શો લોન્ચ કરવા પાછળનો હેતુ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે જોડાવાનો છે. સ્મૃતિ ઈરાની પહેલાથી જ વિવિધતાસભર સરકારી કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે જોડાઈ ચૂક્યા છે અને પેરા-એથ્લિટ્સને પણ આમંત્રણ આપી ચૂક્યા છે. પોતાના શોમાં સ્મૃતિ ઇરાની તેમની પ્રેરણાત્મક કથાઓનું વર્ણન કરશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો આ શો દ્વારા અલગ અલગ વક્તાઓને તેમના સંઘર્ષ, યાદો અને લાગણીઓ વિશે ઊંડાણપૂર્વક વાત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમનો આ રેડિયો શો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થશે.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તે ખૂબ જ આનંદ અને ઉજવણીને લાયક વાત છે કે આવા કાર્યક્રમ દ્વારા દરરોજ સામાન્ય લોકોએ તેમના જીવનમાં કરેલી અસાધારણ મહેનત અને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની વાર્તાઓ સાંભળો છો. સરકારની થોડીઘણી મદદથી લોકોના જીવન કઇ રીતે બદલાઈ શકે છે તે શીખવાના અને સમજવાની આ મારી માટે એક સારી તક છે.” અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ તક આપવા માટે ઓલ ઈન્ડિયા રેડિયોનો પણ આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે રાજકારણની દુનિયામાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાની એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી, તેમણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ધારાવાહિકમાં તુલસીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.
સ્મૃતિ ઈરાનીએ તેમના રેડિયો કાર્યક્રમમાં કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા એવા લોકોની વાતો સામે લાવે છે, જેઓ મહેનત અને ધગશથી તેમનું જીવન બદલી રહ્યા છે, જેમના વિશે પહેલા કોઇ કંઈ જ જાણતું ન હતું. મન કી બાતમાં પોતાના નામનો ઉલ્લેખ થાય એ પણ કોઇ પુરસ્કારથી કમ નથી.” તેવું સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું