Box Office Collection: સ્કાય ફોર્સે એક અઠવાડિયામાં કેટલું કર્યું ક્લેક્શન? | મુંબઈ સમાચાર

Box Office Collection: સ્કાય ફોર્સે એક અઠવાડિયામાં કેટલું કર્યું ક્લેક્શન?

મુંબઈઃ અક્ષય કુમાર (Akshaykumar)અને વીર પહાડિયાની ફિલ્મ સ્કાય ફોર્સની રિલીઝને એક અઠવાડિયું પૂરું થયું છે. 1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધની વાર્તા પર આ ફિલ્મ બનેલી છે. હવે જ્યારે ફિલ્મને સિનેમાઘરોમાં એક અઠવાડિયું થયું છે ત્યારે ચાલો જાણીએ કે 7 મા દિવસે ફિલ્મે કેટલું કલેક્શન કર્યું

સાતમા દિવસે કેટલું રહ્યું હતું ક્લેક્શન?સ્કાય ફોર્સે (skyforce) સાતમા દિવસે 1.54 કરોડનું કલેક્શન કર્યું છે અત્યાર સુધીમાં ફિલ્મે કુલ 94.59 કરોડનું કલેક્શન કર્યું છે. કુલ ક્લેક્શન પરથી કહી શકાય કે આ ફિલ્મ 100 કરોડને પાર કરશે.

સ્કાય ફોર્સ પહોંચી રૂ. 100 કરોડની નજીક અક્કીના લિસ્ટમાં લાંબા સમયગાળાથી કોઈ ફિલ્મે 100 કરોડની કમાણી કરી નથી. જોકે, આ ફિલ્મ હવે 100 કરોડ રૂપિયાની નજીક પહોંચી રહી છે. છેલ્લે 2023માં OMG-2 એ 150 કરોડથી વધુની કમાણી કરી હતી. ઈન્ડસ્ટ્રીના અહેવાલ અનુસાર ફિલ્મે શરુઆતના 4 દિવસમાં 81.30 કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કર્યું હતું.

‘સ્કાય ફોર્સ’ને નડશે ફિલ્મ ‘દેવા’શાહિદ કપૂરની એક્શન ફિલ્મ દેવા 31મી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. અહેવાલ અનુસાર આ ફિલ્મ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી શકે છે. અત્યાર સુધીમાં સિનેમાઘરોમાં સ્કાય ફોર્સ એકમાત્ર મોટી ફિલ્મ હતી, પરંતુ આવતીકાલે દેવાના રિલીઝ થયા બાદ અક્ષયની કમાણી પર અસર પડી શકે છે.

Also read:અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ

ફિલ્મની સ્ટારકાસ્ટને જાણી લોફિલ્મમાં અક્ષય કુમાર, વીર પહાડિયા, સારા અલી ખાનની સાથે ડાઈના પેન્ટી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ અંદાજે 160 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. સંદીપ કેવલાણી અને અભિષેક અનિલ કપૂરે દિગ્દર્શનની જવાબદારી દીધી છે.

સંબંધિત લેખો

Back to top button