મનોરંજન

‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે ખતરનાક લેડી કોપ

દિગ્દર્શક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ‘સિંઘમ અગેન’માં દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટી નામની લેડી કોપની ભૂમિકા ભજવી રહી છે. ખુદ રોહિત શેટ્ટીએ રવિવારે આની જાહેરાત કરી હતી. તેમણે દીપિકાના બે પોસ્ટર પણ શેર કર્યા છે, જેમાં તે પોલીસ વર્દીમાં દુશ્મનોને માથે આફત બનીને વરસી રહી છે.

દીપિકાએ એક ગુંડાને તેના વાળ પકડીને જમીન પર પાડી દીધો છે અને તેની પિસ્તોલ તેના મોંમાં રાખી છે. દીપિકાના ચહેરા પર દેખાતું સ્મિત ગુંડાઓને પાઠ ભણાવવાની તેની હિંમતની વાર્તા કહે છે.

રવિવારે ‘સિંઘમ અગેન’માંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક શેર કરતી વખતે, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, “સ્ત્રી સીતાનું સ્વરૂપ છે અને દુર્ગાનું પણ. મળો શક્તિ શેટ્ટી, આપણા કોપ બ્રહ્માંડના સૌથી ક્રૂર અને હિંસક પોલીસ અધિકારી. માય લેડી સિંઘમ દીપિકા પાદુકોણ.” આ સાથે રોહિત શેટ્ટીએ દીપિકા પાદુકોણ, તેના પ્રોડક્શન હાઉસ રોહિત શેટ્ટી પિક્ચર્સ, જિયો સ્ટુડિયો, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, સિનર્જી ઓફિશિયલને ટેગ કર્યા છે અને સિંઘમ અગેઈનને હેશટેગ કર્યા છે.

પતિ રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સ અને ચાહકોએ દીપિકા પાદુકોણના પોસ્ટર પર પ્રતિક્રિયા આપી છે. રણવીરે ફાયર ઇમોજી સાથે લખ્યું, “આલી રે આલી.” મહેક શેટ્ટી નામના યુઝરે લખ્યું, “માઇન્ડ બ્લોઇંગ.” એક ઈન્ટરનેટ યુઝરે કોમેન્ટ કરી, “સિંઘમ અગેઈનમાં દીપિકા પાદુકોણે પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. ફિલ્મ પણ 3Dમાં રિલીઝ થવી જોઈએ. ‘સિંઘમ અગેઈન’ સૌથી મોટી બ્લોકબસ્ટર હશે.” એક યુઝરે લખ્યું છે કે, “આ તો ઘણું સ્ફોટક બનવા જઈ રહ્યું છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…