માથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર, લાલ સાડી” સોનાક્ષીએ રાખ્યું કરવા ચોથનું વ્રત

બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ (Sonakshi Sinha) આજે તેનું પ્રથમ કરવા ચોથનું (Karva Chauth) વ્રત રાખ્યું છે. સોનાક્ષીએ તેના માથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને લાલ સાડીની સુંદર તસવીરો Instagram પર શેર કરી છે. તેણે પોતાના ચાહકોને પણ કરવા ચોથની શુભકામનાઓ પાઠવી છે. આ તસવીરો પોસ્ટ કરતાં સોનાક્ષીએ લખ્યું, ‘હું તમારા લાંબા આયુષ્યની કામના કરું છું, આજે અને હંમેશ માટે. મારા પતિ ઝહીર ઈકબાલ.”
સોનાક્ષી સિંહાએ આ વર્ષે 23 જૂન 2024ના રોજ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનાક્ષી સિન્હાને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ કોઈની પરવા કર્યા વિના સોનાક્ષીએ પોતાના પ્રેમનો હાથ પકડીને લગ્ન કરી લીધા. હવે અભિનેત્રી તેની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી રહી છે. આ માટે સોનાક્ષીએ ખાસ તૈયારી કરી છે.
સોનાક્ષી સિન્હાએ બોલિવૂડમાં તેની કારકિર્દીના 14 વર્ષ પૂર્ણ કર્યા છે. સોનાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત 2010માં આવેલી ફિલ્મ ‘દબંગ’થી કરી હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે સલમાન ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દીમાં 51 થી વધુ ફિલ્મો અને સિરિઝો કરી છે. આમાંથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે.
આગામી પ્રોજેક્ટ્સમાં છે વ્યસ્ત:
હાલમાં જ સોનાક્ષી સિન્હા નેટફ્લિક્સ સીરિઝ હીરામંડીમાં જોવા મળી હતી. આ સિરીઝમાં સોનાક્ષીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેને ઘણી પ્રશંસા પણ મળી હતી. સોનાક્ષી સિન્હાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે હાઉસફુલ 5માં અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળવાની છે. આ સાથે તે તુ મેરી હૈ કિરણ, ખિલાડી 1080 અને નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ જેવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.