TMKOCની આ કલાકાર લગ્નના 15 વર્ષે પતિથી થશે અલગ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લીધો નિર્ણય… | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOCની આ કલાકાર લગ્નના 15 વર્ષે પતિથી થશે અલગ, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લીધો નિર્ણય…

જો તમે પણ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયહાર્ડ ફેન હશો અને તો તમને પણ જેઠાલાલ અને ગુલાબોવાળો એપિસોડ તો યાદ હશે ને? હવે આ ગુલાબોનો રોલ કરનાર એક્ટ્રેસ સિમ્પલ કૌલને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર સિમ્પલ કૌલ લગ્નના 15 વર્ષ બાદ પતિથી અલગ થવા જઈ રહી છે. સિમ્પલ કૌલે તારક મહેતા સિવાય શરારત નામની ટીવી સિરીયલમાં કામ કર્યું છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને શરારત જેવી ટીવી સિરીયલથી ઘરઘરમાં લોકપ્રિય થનારી એક્ટ્રેસ સિમ્પલ કૌલ લગ્નના 15 વર્ષે પતિ રાહુલ લુંબાથી અલગ થવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં સિમ્પલે જણાવ્યું હતું કે 15 વર્ષના લગ્ન ખતમ કરવાનો નિર્ણય પતિ-પત્ની બંનેએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લીધો છે. બંને જણ લાંબા સમયથી એકબીજાથી દૂર દૂર રહેતાં હતા અને આખરે તેમણે કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી દીધી હતી.

સિમ્પલ કૌલ અને રાહુલ લુંબાએ 2010માં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તો બધુ નોર્મલ હતું, પરંતુ સમયની સાથે સાથે પતિ-પત્નીના સંબંધોમાં અંતર આવવા લાગ્યું. રાહુલને કામકાજને કારણે આ લગ્ન લોન્ગ ડિસ્ટન્સ મેરેજ બની ગયા હતા. એક્ટ્રેસે આગળ એવું પણ જણાવ્યું હતું કે વર્ષો સુધી સાથે રહ્યા બાદ હવે વસ્તુઓ પહેલાં જેવી નથી રહી.

સિમ્પલ કૌલ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ થછે અને તેણે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જિત્યા છે. એક્તા કપૂરના શો કુસુમથી પોતાના કરિયરની શરૂઆત કરનારી સિમ્પલે શરારત, યે મેરી લાઈફ હૈ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી ટીવી સિરીયલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

એક્ટ્રેસે ટીવીની સાથે સાથે બિઝનેસમાં પણ એક્ટિવ છે. એક્ટ્રેસે અનેક રેસ્ટોરાંમાં રોકાણ કર્યું છે અને બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આ જ કારણ છે કે ડિવોર્સ બાદ સિમ્પલે પોતાને એક નવી સફર માટે તૈયાર કરી છે.

આ પણ વાંચો…તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button