Sikandar first show: સલમાન ખાનની એન્ટ્રીમાં સિટીઓથી ગૂંજી ઉઠ્યા થિયેટર્સ

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ સિંકદર આજથી થિયેટરોમાં રિલિઝ થઈ છે. રવિવારની રજા, આવતીકાલે ઈદ અને ત્યારબાદ વાસી ઈદની રજાઓને ધ્યાનમાં રાખી ફિલ્મને આજે રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ સારી એવી કમાણી કરી લીધી છે ત્યારે થિયેટરમાં સલમાનના ફેન્સ માટે સેલિબ્રેશન જેવો માહોલ છે.
ફિલ્મમા સલમાનની એન્ટ્રી થતાં જ સિટીઓ વાગવા લાગી, તો ઘણી જગ્યાએ લોકોએ નાચી-ગાઈને સેલિબ્રેશન કર્યું. બાન્દ્રાના ગેલેક્સી બહાર કેક કાપવામાં આવી હતી.
ફેન્સને ફિલ્મ ખૂબ જ સારી લાગી છે. ઘણા ભાઈજાન બાદ સલમાનની સૌથી સારી ફિલ્મ દર્શાવી રહ્યા છે. ફિલ્મ એક્શન અને ઈમોશનનું કોમ્બિનેશન છે. સલમાન સાથે રશ્મિકા મંદાના, સરમન જોશી જેવા કલાકારો છે. ફિલ્મ પહેલા જ ત્રણેક દિવસમાં સારી કમાણી કરી લે તેમ લાગે છે.
સોશિયલ મીડિયા પર દર્શકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. સલમાનની આવી એન્ટ્રી પહેલા ક્યારેય નથી જોઈ તેમ પણ નેટીઝન્સ કહી રહ્યા છે.
સલમાન સાથે ગજની જેવી ફિલ્મોના ડિરેક્ટર મુરુગદોસે પહેલીવાર કામ કર્યું છે. રશ્મિકાનો પણ મહત્વનો રોલ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મેલબોર્ન કોન્સર્ટ વિવાદ નેહા કક્કડનો પીછો નથી છોડતો, હવે આયોજકોએ કહ્યું કે