સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ કર્યું દીકરીનું નામકરણ? એક્ટરે કહ્યું દાદીના…

બોલીવુડનું સ્ટાર, ક્યુટ અને પોપ્યુલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં જ માતા પિતા બન્યા છે. આ સિવાય સિદ્ધાર્થ પોતાની ફિલ્મ પરમ સુંદરીને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. દીકરીના જન્મને કારણે તે પોતાની ફિલ્મનું પ્રમોશન પણ નહોતો કરી શક્યો પણ ફિલ્મ રિલીઝ થયા બાદ આખી સ્ટારકાસ્ટ કોમેડિયન કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પર પહોંચી હતી. જ્યાં એક્ટરે દીકરીના નામકરણ ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો…
કપિલ શર્માએ શો પર આવેલા સિદ્ધાર્થ મલ્હોત્રાને પિતા બનવાની શુભેચ્છા આપતા પૂછ્યું હતું કે શું તેમણે દીકરીનું નામકરણ કર્યું કે નહીં જેના જવાબમાં એક્ટરે જણાવ્યું હતું કે ના હજુ અમે નામ નથી રાખ્યું. અલગ અલગ નામ પર વિચાર કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: આ બોલીવૂડ સેલિબ્રિટીએ આપ્યા ગૂડ ન્યુઝ, સેલિબ્રેશનમાં ડૂબ્યો પરિવાર…
સિદ્ધાર્થનો આ જવાબ સાંભળીને અર્ચના પૂરણ સિંહે તેને પૂછ્યું કે શું તમને પણ પરિવાર લોકો પાસેથી નામ રાખવા માટે સૂચનો મળી રહ્યા છે કે નહીં? આ સવાલનો જવાબ આપતા તેણે જણાવ્યું હતું કે અરે બહુ બધા. કોઈ કહે છે કે આ નામ રાખો તમારી દાદીનું નામ હતું, કોઈ કહે છે કે ફલાણું નામ રાખો. પણ અમે લોકો ટાઈમ લઈ રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં 15મી જુલાઈના સુંદર મજાની દીકરીનો જન્મ થયો છે. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. જોકે બંનેમાંથી હજુ સુધી કોઈએ પણ દીકરીનું નામ કે ફેસ રીવિલ નથી કર્યું. પણ સિદ્ધાર્થે એટલું ચોક્કસ કહ્યું હતું કે તે કિયારાની મદદ કરી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમ સુંદરી રીલીઝ થઈ છે અને કિયારા અડવાણી હાલમાં મધરહૂડ એન્જોય કરી રહી છે અને તે છેલ્લે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. એ સમયનો તેનો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.