શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…
મુંબઈ: ‘કસોટી ઝિંદગી કી’ સિરિયલમાં પ્રેરણાનું પાત્ર ભજવીને ભારતના ઘર ઘરમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલી શ્વેતા તિવારીએ પ્રેરણાનું પાત્ર ભજવ્યાને બે દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ આજની તારીખમાં તે નવ વિવાહિત દુલ્હનના જે પાત્રમાં જોવા મળી હતી આબેહૂબ તેવી જ દેખાય છે, તેવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.
કારણ કે પોતાની ત્રેવીસ વર્ષની પુત્રીને સુંદરતાની બાબતમાં આજે પણ 43 વર્ષની થયેલી શ્વેતા ટક્કર આપે છે અને તેનો પુરાવો તમે શ્વેતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવેલા ફોટોને જોઇને મેળવી શકો છો.
અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને સમાચારોમાં છવાતી શ્વેતાએ આ વખતે તો ટેમ્પરેચરનો પારો એકદમ વધારી દીધો છે, તેવું તેના ચાહકોનું કહેવું છે. શ્વેતા બાથરૂમમાં બાથરોબ પહેરીને એક નાનકડું ફોટોશૂટ સેશન કર્યું હતું અને તેમાં સફેદ રંગના બાથરોબમાં તે ખૂબ જ મનમોહક દેખાઇ રહી છે.
તે બાથરૂમમાં અરીસાની પાસે બેસીને વિવિધ અદાઓમાં પોઝ આપતી શ્વેતાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. ક્યારેક પોતાના વાળ આગળ વિખેરીને તો ક્યારેક પોતાના પગ પર કોણી મૂકીને બોસ અદામાં પોઝ આપતી શ્વેતાની તસવીરો પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ આવ્યા છે.
જોકે આ કમેન્ટ્સમાં કંઇ નવું હોય તેવું જણાતું નહોતું. તેના ફેન્સે ફરી એક વખત તેની ટાઇમલેસ બ્યુટીના વખાણ કર્યા હતા અને તે હજી પણ તે નવી સવી સિરિયલોમાં આવી ત્યારે ખૂબસૂરત દેખાતી હતી તેટલી જ અને કદાચ તેના કરતાં પણ વધારે સુંદર આજે દેખાતી હોવાનું કહી તેના વખાણ કર્યા હતા.