43 વર્ષીય એક્ટ્રેસનો કિલર લૂક, રેડ કલરના લેયર્ડ ડ્રેસમાં વધાર્યો ઈન્ટરનેટનો પારો…

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ મમ્મી તરીકે ઓળખાતી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ શ્વેતા તિવારી માત્ર તેની એક્ટિંગ સ્કિલ્સ માટે જ નહીં, પણ તેની શાનદાર ફેશન સેન્સ અને ફિટ એન્ડ ફાઈન ફિગર માટે પણ એટલી જ લોકપ્રિય છે. 45 વર્ષની ઉંમરમાં પણ શ્વેતાએ પોતાનું ફિગર જે રીતે મેઈન્ટેઈન રાખ્યું છે એ જોતાં શ્વેતા તિવારી અને પલક તિવારી મા-દીકરી નહીં પણ બહેનો હોય એવું લાગે છે. શ્વેતા અન્ય એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે અને તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેનો રોયલ અને એલિગન્ટ અંદાજ જોવા મળી રહ્યો છે.
શ્વેતા તિવારી હંમેશા સિમ્પલ અને એલિગન્ટ ફેશનનું પરફેક્ટ મિશ્રણ રજૂ કરે છે. રેડ કાર્પેટ હોય કે કેઝ્યુઅલ આઉટિંગ, તેની સ્ટાઈલ અને ગ્રેસ હંમેશા ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. હાલમાં જ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં શ્વેતા તિવારી રેડ કલરના સુંદર લેયર્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની વિશેષતા તેની ફ્લોઈંગ લેયર્સ છે, જેણે શ્વેતાના દરેક મૂવમેન્ટ સાથે તેની સુંદરતામાં વધારો કરવાનું કામ કર્યું છે.
વાત કરીએ શ્વેતા તિવારીએ સ્ટાઈલ કરેલી એસેસરીઝ વિશે તો શ્વેતાએ આ સુંદર આ આઉટફિટ સાથે ગોલ્ડન ઈયરરિંગ્સ અને પેસ્ટલ હીલ્સ કેરી કરી છે, જેને કારણે તેનો લૂક એકદમ પરફેક્ટ અને કમ્પલિટ લાગી રહ્યો છે. શ્વેતાએ તેના વાળને સોફ્ટ વેવ્ઝમાં ખુલ્લા રાખ્યા છે. તેના ચહેરા પરનો કુદરતી ગ્લો અને નેચરલ પોઝ આ તસવીરોને વધુ ખાસ બનાવે છે.
સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીના આ ફોટોશૂટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ એક્ટ્રેસના આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ અહીં જોઈ લો.
શ્વેતા તિવારીએ એકદમ નાની ઉંમરમાં જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી અને આજે તેની ગણતરી ટીવીની ટોચની એક્ટ્રેસમાં કરવામાં આવે છે. શ્વેતા તિવારીના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તેને સૌથી વધુ નામના એકતા કપૂરની સીરિયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણા શર્માના પાત્રથી મળી હતી.
આ સિવાય શ્વેતા તિવારી રિયાલિટી ટીવી શો બિગ બોસ સિઝન-4 ની વિજેતા રહી ચૂકી છે. બિગ બિસ સિવાય શ્વેતાએ ખતરોં કે ખિલાડી અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી ટીવી શોમાં પણ પોતાનું ટેલેન્ટ દેખાડ્યું છે. શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ્સ, રિયાલિટી ટીવી શો સિવાય વેબ સીરીઝ પર પણ હાથ અજમાવ્યો છે.
આ પણ વાંચો…શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…



