44 વર્ષેય પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા આ અભિનેત્રીએ…
ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) ચાળીસી વટાવ્યા બાદ પણ વીસીમાં પ્રવેશેલી પોતાની દીકરી પલક તિવારીને સુંદરતા અને ફિગરના મામલામાં ટક્કર આપે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટના ફોટો કે વેકેશનના વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર કેટલાક લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેની સુંદરતા અને આત્મવિશ્વાસ જોઈને ફેન્સ એકદમ કાયલ થઈ ગયા છે.
શ્વેતાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં તે 44 વર્ષની હોવા છતાં પણ 24 વર્ષની યંગ એક્ટ્રેસ જેવી દેખાઈ રહી છે. શ્વેતા તિવારીએ આ સમયે શિમરી ગાઉન પહેર્યો છે અને તેની સ્ટાઈલ જોઈને તો ફેન્સ તેના પરથી નજર હટાવી શક્યા નહોતા. આ ફોટોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ લૂક ખૂબ જ કમાલનો લાગી રહ્યો છે. પરફેક્ટ મેકઅપ અને મિલિયન ડોલરની સ્માઈલે શ્વેતાના આ ફોટોમાં જાણે પ્રાણ ફૂંકી દીધા છે. તમે પણ શ્વેતાના આ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો.
જોકે, આ પહેલી વખત નથી કે શ્વેતાએ આ રીતે બ્યુટીફૂલ ફોટોશૂટ કરાવીને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હોય. થોડાક સમયમાં પહેલાં જ શ્વેતા મિસ્ટ્રીમેન સાથે બીચ પર વેકેશન માણતી પણ જોવા મળી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા. આ સિવાય તે અવારનવાર દીકરી પલક તિવારી સાથેના ફોટો પણ શેર કરતી રહે છે. ફેન્સને મા-દીકરીની આ જોડી ખૂબ જ કમાલની લાગે છે.
આ પણ વાંચો ; દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?
શ્વેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એક્ટ્રેસ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી. આ પહેલાં તે વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળી હતી, જેમાં તેણે શ્રુતિ નામનું કેરેક્ટર પ્લે કર્યું હતું.