મનોરંજન

દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એક વખત ચર્ચામાં છે. 43 વર્ષીય શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની ઉંમર પરણવા જેટલી છે, ત્યારે શ્વેતા તિવારી પરણવાની વાતને તાજેતરમાં લાઈમલાઈટમાં આવી છે. ફિટનેસ અને સુંદરતાને લઈ શ્વેતા તેના ચાહકોને તો દિવાના બનાવે છે ત્યારે હવે ફરી એક વાર યૂઝરને પાગલ બનાવ્યા છે એ પણ લગ્નને લઈ.

આ પણ વાંચો : શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…

તાજેતરની સોશિયલ મીડિયા પરની પોસ્ટ પર પ્રશંસા કરતા યૂઝરે તેને પ્રપોઝ કર્યો હતો. ફોટો તો વાઈરલ થયો હતો, જ્યારે તેની પ્રતિક્રિયા પર લોકોએ જવાબ આપ્યા હતા. શ્વેતા તિવારીને સુંદરતાને જોઈને તેના ચાહકો પણ તેની પ્રશંસા કરતા અટકી શકે એમ નથી. કહેવાય છે કે શ્વેતા તિવારીને લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે અને એનો શ્વેતાએ લેટેસ્ટ પોસ્ટમાં ઘટસ્ફોટ કર્યો છે.

Credit : News 18

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી શ્વેતા તિવારીની આ પોસ્ટ પર પણ ચાહકોએ પ્રતિક્રિયા આપી છે. શ્વેતા તિવારીની પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે હું ફરી એક વાર કહીશ કે શું તમે મારી સાથે લગ્ન કરશો. બીજા એક યૂઝરે લખ્યું હતું કે મારા માટે ઉંમરને નિસ્બત નથી. શું તમે મારી ગર્લફ્રેન્ડ બનવાનું પસંદ કરશો?

Credit : News18

બે બાળકોની માતા એવી શ્વેતા તિવારી બિગ બોસ ચારની વિનર રહી ચૂકી છે. મોટી દીકરી પલક તિવારીની ઉંમર 23 છે, જ્યારે પલક અને શ્વેતાને સાથે રાખવામાં આવે તો બંને બહેનો હોય એવું પણ ચાહકોનું માનવું છે.

Credit : SpotboyE

શ્વેતા તિવારીની સુંદરતા અને ગ્રેસને જોઈને કોઈ પણ વ્યક્તિ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં. દીકરી પલક તિવારી પણ બોલીવુડની ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે, પરંતુ દીકરીને પણ શ્વેતા તિવારી જોરદાર ટક્કર આપે છે એ વાત નક્કી છે.

Credit : Women’s Era

હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે શ્વેતા તિવારીના બે વખત છૂટાછેડા થયા છે. પહેલા છૂટાછેડા અભિનેતા કમ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે થયા હતા, જ્યારે બીજી વખતનું લગ્નજીવન પણ અભિનવ કોહલી સાથે તૂટ્યું હતું. બીજું લગ્ન તૂટ્યા પછી શ્વેતા તિવારી પોતાની દીકરી પલક અને દીકરા રેયાંશ સાથે એકલી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button