આ ટીવી એક્ટ્રેસને ફ્રેશ લૂક જોઈને ફેન્સ પણ થયા મદહોશ, નજર હટાવવાનું થયું મુશ્કેલ…

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી તેની એક્ટિંગની સાથે સાથે તેની ફિટનેસ અને સુંદરતા માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં શ્વેતાએ સોશિયલ મીડિયા પર તેની ‘ચિલ નાઈટ’ (Chill Night) ની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કામના થાક પછી પુસ્તક વાંચતી અને મૂવી જોતી જોવા મળે છે.
ઈન્ડસ્ટ્રીની અન્ય એક્ટ્રેસની જેમ જ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની પર્સનલ લાઈફની ઝલક ફેન્સ સાથે શેર કરતી હોય છે. હાલમાં જ શ્વેતાએ એક પોસ્ટ શેર કરી છે જેની કેપ્શનમાં શ્વેતાએ પોતાના રૂટિન વિશે જણાવ્યું છે. શ્વેતા તિવારીએ શેર કરેલાં ફોટોને મજેદાર કેપ્શન આપતાં લખ્યું છે કે જમવું, વાંચવું, ઊંઘવાની એક્ટિંગ કરવી અને ફરીથી ‘ધુરંધર’ મૂવી જોવી.
શ્વેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે બોલીવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ઓટીટી પર રિલીઝ થયા પછી તેણે તે ફરીથી જોઈ છે. શ્વેતાને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. આ લેટેસ્ટ ફોટોમાં તેના હાથમાં રમેશ મેનન દ્વારા લખાયેલું પુસ્તક ‘દેવી’ (Devi) જોવા મળે છે. આ સિવાય શ્વેતા સોશિયલ મીડિયા પર અનેક વખત તેના ફેન્સને નવા પુસ્તકો વાંચવાની સલાહ પણ આપતી રહે છે.
અહીંયા તમારી જાણકારી માટે કે શ્વેતાના આ ફોટો જોઈને કોઈ પણ એવું તો ના જ કહે કે તે બે બાળકોની માતા છે. શ્વેતાની સુંદરતા અને ફિટનેસ જોઈને ફેન્સની સાથે સાથે ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ તેના વખાણ કરી રહ્યા છે. શ્વેતાના આ ફોટો પર ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તું ખૂબ જ ફ્રેશ દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં શ્વેતા તિવારીના આ સાદગીભર્યા ફોટો પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીવે વ્હાલ વરસાવી રહ્યા છે. વળી કેટલાક ફેન્સ સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીની આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં તેની સ્માઈલ અને પોઝિટિવ વાઈબ્ઝ ભરપેટ વખાણ કરી રહ્યા છે. તમે પણ આ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…



