મનોરંજન

બચ્ચન પરિવારમાંથી બીજું મોટું ડેબ્યુ? શ્વેતા બચ્ચને કહ્યું કે….

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને આશા છે કે સેલેબ્સના બાળકો પણ તેમના પગલે ચાલે અને અભિનયની દુનિયામાં પ્રવેશ કરે. બચ્ચન પરિવારની વાત કરીએ તો તાજેતરમાં જ નવ્યા નવેલી નંદાના ભાઈએ ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ જો બચ્ચનની પૌત્રી નવ્યાની વાત કરીએ તો તે આ બધાથી અલગ છે. હાલમાં ફરી એક વાર તેના બોલિવૂડ ડેબ્યુની અફવા ચગી છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પોતાનું પોડકાસ્ટ ‘વોટ ધ હેલ નવ્યા 2’ ચલાવે છે, આ સિવાય તેણે 26 વર્ષની ઉંમરે પોતાનું એનજીઓ શરૂ કર્યું છે. જો કે, ફરી એકવાર નવ્યા નવેલી નંદા તેના બોલિવૂડ ડેબ્યૂ માટે ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
હવે તેની માતા શ્વેતા બચ્ચને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન શ્વેતા બચ્ચન નંદાને તેમની દીકરી નવ્યા નવેલી નંદાની બોલિવૂડમાં એન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે નવ્યાના ડેબ્યૂને ખોટા સમાચાર ગણાવ્યા હતા અને આના જવાબમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે તમે નવ્યાના કામથી સારી રીતે વાકેફ છો અને તે તેના કામમાં વ્યસ્ત છે. મને નથી લાગતું કે બોલીવુડ તેના માટે સાચો રસ્તો છે.” નવ્યાની માતા શ્વેતા બચ્ચન નંદાએ સ્પષ્ટતા કરી દીધી છે કે સ્ટાર કિડને એક્ટિંગમાં કોઈ રસ નથી. નવ્યા 21 વર્ષની ઉંમરે પિતાના બિઝનેસમાં જોડાઈ હતી. નવ્યાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે અને હાલમાં તે તેના પોડકાસ્ટ અને બિઝનેસમાં વ્યસ્ત છે.

આ પહેલા શ્વેતા બચ્ચને એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે તે ઈચ્છતી નથી કે તેની દીકરી નવ્યા કોઈપણ રીતે ટ્રોલિંગનો સામનો કરે. તેથી, તે જે પણ કામ કરી રહી છે તે તેના માટે વધુ સારું છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે નવ્યાની હાલમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની કોઈ યોજના નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button