મનોરંજન

Shweta Bachchan કરી cryptic પોસ્ટ, Aishwarya Bachchan તરફ હતો ઈશારો? ફેન્સ અવઢવમાં…

બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી સમુસુતરું નથી ચાલી રહ્યું એવી વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે, પણ આ વિશે પરિવાર દ્વારા હજી કોઈ પણ ખુલાસો નથી કરવામાં આવ્યો. હવે ફરી એક વખત એ જ તરફ ઈશારો કરતી એક પોસ્ટ બચ્ચન પરિવારની લાડલી Shweta Bachchan દ્વારા કરવામાં આવી છે. જોકે આ પોસ્ટ કરીને શ્વેતા કોના પર નિશાનો સાધી રહી છે એ કંઈ પણ સ્પષ્ટ નથી થઈ રહ્યું. આવો જોઈએ શું કહ્યું છે શ્વેતાએ પોતાની પોસ્ટમાં..
શ્વેતાએ ભાઈ અભિષેક બચ્ચનના જન્મદિવસ પર એના માટે પોસ્ટ કરીને સ્પેશિયલ ફિલ કરાવ્યું હતું પરંતુ બીજા જ દિવસે એક એવી ક્રિપ્ટીક પોસ્ટ કરીને તેણે લોકોને ગૂંચવણમાં મૂકી દીધા છે. શ્વેતાએ છઠ્ઠિ ફેબ્રુઆરીના પોતાના એકાઉન્ટ પરથી એક ક્વોટનો ફોટો શેર કર્યો છે.

શ્વેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી સ્ટોરીમાં એવું કહેવામાં આવ્યું છે કે માદા શિયાળ એ દરેક વસ્તુ પર જીત હાંસિલ કરવા માંગે છે કે જે તેના પર હાવી થવાનો પ્રયાસ કરે છે. આગળ તેણે પોતાની પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે બની શકે છે કે શિયાળ પાસેથી શીખવા ઘણું હોય છે કે પછી આપણામાંથી કેટલાક લોકો એ પહેલાંથી જ શીખી લીધું હોય છે…

અભિષેકના જન્મદિવસના બીજા જ દિવસે શ્વેતા દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટે લોકોને વિચારમાં મૂકી દીધા છે. યુઝર્સ આખરે વિચારી રહ્યા છે કે આ પોસ્ટથી દ્વારા શ્વેતા કોને શું કહેવા માંગી રહી છે કે પછી તે પોતાની જ પર્સનલ લાઈફમાં અપસેટ ચાલી રહી છે. દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને પણ અભિષેકના જન્મદિવસે એના માટે પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. યુઝર્સ એવી અટકળો પણ લગાવી રહ્યા છે કે આ પોસ્ટ કરીને શ્વેતા ઐશ્વર્યા પર તો નિશાનો નથી સાધી રહી ને?? એશ અને શ્વેતા વચ્ચેના સંબંધો ખાસ કંઈ સારા નથી એ વાત તો બધા જ જાણે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા કોઈ પણ મુદ્દે એકદમ બિન્ધાસ્ત અને સ્પષ્ટ રાય અને વિચારો મૂકે છે. હાલમાં જ દીકરી નવ્યાના પોડકાસ્ટ પર પણ તેણે સમાજની ખોખલી વિચારધારા અને પર્સનલ લાઈફ વિશે ખૂલીને પોતાના વિચારો વ્યકત કરતી જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button