મનોરંજન

અભિષેક-ઐશ્વર્યાના લગ્નનો સખત વિરોધ હતો આ વ્યક્તિને, નામ સાંભળીને ચોંકી જશો

આજકાલ બોલિવૂડનું સ્વીટ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન રોજ સમાચારમાં ચમકી રહ્યું છે. પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય એ પોતાને સાસરીયાઓથી દૂર કરી દીધી છે ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે એશ્વર્યા ટૂંક સમયમાં તેના પતિ અભિષેક બચ્ચન સાથે છૂટાછેડા લઈ રહી છે. જો કે, આ કપલે હજુ સુધી આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી. આવી અટકળો સાંભળીને અભિ-એશના ચાહકો ઘણા જ દુઃખી છે. જોકે, આ વખતે એક વ્યક્તિ કદાચમનમાં ઘણી ખુશ થતી હશે. આ વ્યક્તિને અભિ-એશના મેરેજ સામે સખત વાંધો હતો. આપણે આ વિશે જાણીએ.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લવ મેરેજ 2007માં થયા હતા બોલીવુડના આ એક ભવ્ય લગ્ન હતા જોકે, એવું કહેવાય છે કે કેટલાક લોકોને આ લગ્ન બિલકુલ પસંદ ન થાય અને તેવું આ લગ્નને સખત વિરોધ હતા. આ યાદીમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદાનું પણ નામ આવે છે.

આ પણ વાંચો : Amitabh Bachchanને માટે Jaya Bachchanએ કહ્યું કે એ કંઈ મારા…

ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા આ લગ્નની તદ્દન વિરોધમાં હતી. તે નહોતી ઇચ્છતી કે ઐશ્વર્યા રાય તેની ભાભી બને. આ પહેલા અભિષેક બચ્ચન કપૂર ખાનદાની દીકરી કરિશ્મા કપૂર સાથે લગ્ન કરવાનો હતો અને કરિશ્મા બચ્ચન પરિવારની પુત્રવધુ બનવાની હતી. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ તે સમયે જયા બચ્ચને કરિશ્માને પોતાની પુત્રવધુ બનાવવાની ના પાડી દીધી હતી. એમ જાણવા મળ્યું હતું કે જયા-અમિતાભને કરિશ્મા કપૂરની માતા બબીતા સાથે વાંકુ પડ્યું હતું. બબીતાની લગ્ન પહેલા કેટલીક શરતો હતી જે માનવાનો જયા બચ્ચને ઇનકાર કરી દીધો હતો. કરિશ્મા પહેલા અભિષેકના સંબંધો રાની મુખરજી સાથે પણ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ અહીં પણ જયા બચ્ચનને રાની સાથે વાંકું પડ્યું હતું અને તેણે રાનીને નકારી કાઢી હતી.

ત્યાર બાદ બચ્ચન પરિવારે ઐશ્વર્યા રાયને પરિવારની પુત્રવધુ તરીકે પસંદ કરી હતી. ઉમરાવજાનના સેટ પર અભિષેક અને ઐશ્વર્યા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને આ એક લવ કમ એરેન્જ મેરેજ હતા. જોકે, આ લગ્ન કેટલાક લોકો માટે મુસીબતનું કારણ બની ગયા હતા અને તેઓ ઇચ્છતા ન હતા કે આ સંબંધ આગળ વધે. શ્વેતા ભાઈ અભિષેક અને ઐશ્વર્યાના લગ્નની સખત વિરુદ્ધ હતી અને તેનું કારણ પણ ચોખ્ખું હતું. તેની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂર હતી. શ્વેતા અને કરિશ્મા વચ્ચે ઘણું સારું બોન્ડિંગ હતું. શ્વેતાએ જ કરિશ્માને પોતાની ભાભી તરીકે પસંદ કરી હતી અને ત્યારબાદ 2002માં કરિશ્મા અને અભિષેકે સગાઈ કરી હતી. જોકે આ સંબંધ પછી આગળ વધ્યો નહીં અને અભિષેક કરિશ્માની સગાઈ તૂટી ગઇ. સગાઈ તૂટી ત્યારે શ્વેતા નંદા તેના માતા પિતાની વિરુદ્ધ ગઈ હતી. તેણે તેના માતા અને પિતાને આ સગાઈ ન તોડવા માટે સમજાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર વિવાદ પછી જ્યારે ઐશ્વર્યા અને અભિષેકના અફેર અને લગ્નના સમાચાર આવ્યા ત્યારે શ્વેતા ખૂબ જ ગુસ્સે થઈ હતી અને તેની આ લગ્ન તોડવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button