મનોરંજન

Aishwaryaને ભાઈ અને પપ્પા સાથે ડાન્સ કરતી જોઈ Shweta Bachchanએ આપ્યું આવું રિએક્શન…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ મેરિડ લાઈફ અને ડિવોર્સના સમાચારને કારણ ખૂબ જ ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે ગઈકાલે મોડી રાતે ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. મળી રહેલી માહિતી પ્રમાણે ઐશ્વર્યા અબુ ધાબીમાં યોજાનારા આઈઆઈએફએ-2024 માટે રવાના થઈ હતી. આ સમયે ભલે બચ્ચન પરિવારમાંથી કોઈ ઐશ્વર્યા સાથે ના જોવા મળ્યું હોય પણ એક સમય એવો પણ હતો કે જ્યારે નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bacchan) ખુદ ભાભી ઐશ્વર્યા, ભાભી અભિષેક અને પપ્પા અમિતાભ બચ્ચનને ચિયરઅપ કરવા પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Aishwarya Rai Bachchan સાથે Amitabh Bachchan કરે છે આવું વર્તન… કોણે કર્યો ચોંકાવનારો દાવો?

જી હા, સોશિયલ મીડિયા પર એક 2005માં યોજાયેલા આ જ એક એવોર્ડ ફંક્શનનો વીડિયો વાઈરલ થી રહ્યો છે જેમાં ઐશ્વર્યા, અભિષેક અને અમિતાભ બચ્ચન ફિલ્મ બંટી ઔર બબલીના ગીત કજરા રે પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2003માં જ ઐશ્વર્યા અને અભિષેક લગ્ન થયા હતા અને લગ્નના બે વર્ષ બાદ પરિવારમાં નવી નવી આવેલી ભાભી ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચે સારા સંબંધો હતા.

વાઈરલ વીડિયોમાં માત્ર શ્વેતા જ નહીં પણ રાણી મુખર્જી, રેખા સહિતના અનેક સેલેબ્સ બચ્ચન પરિવારની આ ત્રિપુટીને ચિયરઅપ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર નેટિઝન્સ કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે અને અત્યારની અને એ સમયની સરખામણી કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજની વાત કરીએ તો આજની તારીખમાં શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે ખાસ કંઈ સારા સંબંધો નથી અને આ વાત પબ્લિકલી પણ અનેક વખત સામે આવી ચૂકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button