તો શું વર્લ્ડ કપ બાદ શુભમન-સારા પરણી જશે! સચિન તેંડુલકરની દીકરીએ હાથ પર લગાવી મહેંદી

મુંબઇઃ હાલમાં લોકો પર વન-ડે વર્લ્ડ કપનો ક્રેઝ છવાયેલો છે. ભારતીય ટીમ ઘણું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે અને લીગ રાઉન્ડમાં એક પણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમા જીતીને ફાઇનલ સુધી પહોંચી ગઇ છે. અનેક ક્રિકેટ પ્રેમીઓએ દેશમાં જુદી જુદી જગ્યાએ રમાયેલી ભારતની અન્ય દેશ સાથએની મેચો ક્રિકેટના સ્ટેડિયમમાં જઇને જોઇ છે અને આપણા ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. એમાં એક નામ ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું પણ લઇ શકાય. ભારતની લીગ તબક્કાની ઘણી મેચમાં સારા સ્ટેડિયમમાં ભારતીય ટીમને ચિઅર કરતી જોવા મળી હતી.
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ સાથેના તાને સંબંધો પણ ચર્ચાનો વિષય બન્યા છે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને પણ કહી દીધું છે કે શુભમન ગીલના દિલની ધડકન તે નહીં પણ સારા તેંડુલકર છે. સચિન તેંડુલકરની પુત્રી હોવાને કારણે ક્રિકેટ ચાહકો સારાને ઘણી પસંદ કરે છે. વર્લ્ડ કપની ઘણી મેચોમાં ભારતને સપોર્ટ કરવા આવી છે. આ દરમિયાન તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. સારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા ખૂબ જ સિમ્પલ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે સલવાર સૂટ પહેર્યો છે અને તેના કપાળ પર બિંદી છે. આ સાથે તેના હાથ પર મહેંદી પણ લગાવવામાં આવી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ફેન્સને સારાનો આ લુક ઘણો જ પસંદ આવી રહ્યો છે. લોકો આ મામલે જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. અને સવાલ કરી રહ્યા છે કે, ‘હવે ક્યારે વાગશે શહેનાઇ…’
સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના લુકને લઈને ઘણી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 5.6 મિલિયન ફોલોઅર્સ છે. અત્યાર સુધીમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર 153 પોસ્ટ શેર કરી છે. યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ સાથેના તેના સંબંધોની ઘણી ચર્ચા છે., પરંતુ હજુ સુધી આ મામલે બંને તરફથી કે તેમના પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.