shruti haasan ઉતાવળે એવું પહેરીને બહાર આવી કે પોતે જ હસી પડી….
નવી દિલ્હી : શ્રુતિ હસને (shruti haasan) ઉતાવળમાં કંઈક એવું કર્યું કે જ્યારે તેને ભાન થયું ત્યારે પોતે જ પોતા પર જ હસવા લાગી. શ્રુતિ હસન ઉતાવળમાં તેના માથા પર ટુવાલ લપેટીને બહાર આવી હતી અને તેને ઇન્સટાગ્રામ પર તસવીર શેર કરી હતી.
તાજેતરમાં જ શ્રુતિ હસન સાથે કંઈક એવું થયું, જેના કારણે તે શરમાઈ ગઈ. હકીકતમાં, જ્યારે તે ઉતાવળમાં ઘરની બહાર નીકળી ત્યારે તે તેના માથા પરથી ટૂવાલ કાઢવાનું ભૂલી ગઈ હતી. માથે ટુવાલ વીંટાળીને તે બહાર આવી. જ્યારે શ્રુતિને આ વાતની જાણ થઈ ત્યારે તે ભારે શરમાઈ હતી. જો કે, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના માથા પર ટુવાલ લપેટી તેની તસવીર શેર કરી છે, જે આજે ખૂબ વાયરલ થઈ રહી છે.
તસવીર શેર કરતાં શ્રુતિ હાસને લખ્યું હતું કે, ‘તે ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હું ઉતાવળે માથા પર ટુવાલ લઈને બહાર આવી. શ્રુતિ હસન ખુદ તેની આ હરકત પર હસી પડી હતી. એવું બની શકે કે શ્રુતિ હાસન તેના એક રિહર્સલમાં જઈ રહી હતી અને ઉતાવળમાં આવી ભૂલ કરી હતી.
હાલ તો શ્રુતિ શાંતનુ હજારિકા સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી તેમના બ્રેકઅપની ખબરો આવી રહી હતી, પરંતુ અભિનેત્રી કંઈપણ કહેવાનું ટાળી રહી હતી. શ્રુતિ હસન અને શાંતનુ હઝારિકા લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ તેઓએ એપ્રિલમાં ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા.
શ્રુતિ હસન ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્વેશ્ચનના જવાબમાં શાંતનુ સાથેના તેના બ્રેકઅપની વાત કરી હતી. તેણે લખ્યું હતું કે હું સિંગલ છું પણ અત્યારે કોઇની સાથે સબંધ માટે તૈયાર નથી, કોઈપણ સંબંધ માટે તૈયાર નથી. અત્યારે હું મારા કામ પ્રત્યે પ્રતિબદ્ધ છું અને જિંદગીની મજા માણી રાય છું.