‘પુષ્પા પાર્ટ-2’માં અલ્લુ અર્જુનનો અવાજ ફરી શ્રેયસ તલપડે આપશે કે નહીં?
મુંબઈઃ અલ્લુ અર્જુને ‘પુષ્પા’ ફિલ્મ સમગ્ર ભારતમાં પણ પુરી દુનિયામાં નામના મેળવી હતી. હવે ફિલ્મમાં તેના લુક સાથે તેનો જબરદસ્ત ડાયલોગ ‘ઝુકેગા નહીં સાલા’ ખૂબ જ હિટ થયો હતો. જો કે તેના હિંદી વર્ઝનના સક્સેસનો શ્રેય બોલિવૂડના એક્ટર શ્રેયસ તલપડેને પણ આપી શકાય છે ત્યારે હવે આના બીજા પાર્ટ ‘પુષ્પાઃ ધ રૂલ’નું પ્રોડક્શન ચાલી રહ્યું છે.
આ સંજોગોમાં ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે પુષ્પાના બીજા પાર્ટમાં શ્રેયસ તલપડે અલ્લુ અર્જુન માટે ડબિંગ કરશે કે નહીં. ત્યારે શ્રેયસે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે ફરી અલ્લુ અર્જુનનો અવાજ બનવા માગે છે.
જોકે તેમની આને લઈ મેકર્સ સાથે કોઈ સત્તાવાર હજુ સુધી કોઈ વાત કરી નથી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું ફરી વોઈસઓવરની ભૂમિકા કરવા માગુ છું અને હજુ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, મારું કામ બાદમાં આવશે. આ સંબંધમાં મારી ફિલ્મ નિર્માતા સાથે કોઈ ઔપચારિક ચર્ચા નથી થઈ. મને આશા છે કે શૂટિંગ પૂરી થયા બાદ વાતચીત શરૂ થશે.
શ્રેયસે વધુમાં કહ્યું હતું કે તેઓ ‘પુષ્પા-2’નો હિસ્સો બનવાનું પસંદ કરશે પણ ત્યારે જ્યારે મેકર્સ તેમની સાથે વાત કરશે. શ્રેયસના આવા નિવેદનથી ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કે શ્રેયસ અવાજ આપશે કે કેમ? હવે માત્ર સમય જ બતાવશે કે ‘પુષ્પાઃ ધ રૂલ’ના મચ અવેટેડ સિક્વલમાં આપણને ફરી શ્રેયસ તલપડેનો અવાજ સાંભળવા મળશે કે નહીં એ તો જોવાનું રહેશે