મનોરંજન

શ્રદ્ધા કપૂર બંધાશે રાહુલ મોદીની સાથે લગ્નના બંધનમાં…!

મુંબઈ: બોલીવૂડના ક્લાસિક ફિલ્મોના મશહૂર વિલેન તરીકે ખ્યાતિ પામેલા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પોતાની પહેલી તો નહીં, પરંતુ બીજી જ ફિલ્મથી બોલીવૂડ પર પોતાની છાપ પાડી અને એક અલાયદો ચાહક વર્ગ ઊભો કર્યો. જોકે આજકાલ શ્રદ્ધા પોતાની ફિલ્મોના કારણે નહીં, પરંતુ પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે.

જોકે શ્રદ્ધાને લગતા આ સમાચાર તેના અનેક પુરુષ ચાહકો માટે દુ:ખદ સમાચાર બની રહેશે, કારણ કે શ્રદ્ધા ટૂંક સમયમાં લગ્ન કરીને ઠરીઠામ થવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે સિરિયસ રિલેશનશીપમાં હોવાના તેમ જ તે ટૂંક સમયમાં રાહુલ સાથે લગ્ન કરવાની હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : બોલીવૂડના કપલના ઘરે પધાર્યા લક્ષ્મીજી, શ્લોક સાથે શેર કરી હતી તસવીરો

સુપરહીટ નિવડનારી શ્રદ્ધાની ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ એટલે કે બીજો ભાગ ‘સ્ત્રી-2’ આવી રહ્યો છે અને ગુરુવારે તેનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનો લોકો લાંબા સમયથી ઇંતેજાર કરી રહ્યા છે અને ફિલ્મની કથા કઇ રીતે આગળ વધે છે તે જાણવા માટે તલપાપડ છે. જોકે તે કરતાં વધુ તલપાપડ શ્રદ્ધાના ચાહકો તે શું ખરેખર રાહુલ મોદી સાથે લગ્ન કરવાની છે કે નહીં તે જાણવા થઇ રહ્યા છે.

‘સ્ત્રી-2’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન એક પત્રકારે શ્રદ્ધાને તેના અને રાહુલના સંબંધ વિશે સવાલ પૂછ્યો હતો અને શ્રદ્ધાએ પણ તેનો રસપ્રદ જવાબ આપ્યો હતો જે સાંભળીને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પત્રકારે શ્રદ્ધાને તે ક્યારે લગ્ન કરશે તેમ પૂછતા શ્રદ્ધાએ ‘સ્ત્રી’ ફિલ્મના જ એક ડાયલોગને મોડીફાઇ કરીને કહ્યું હતું કે “વહ સ્ત્રી હૈ, ઉસકા જબ મન ચાહે તબ વહ શાદી કરેગી.

ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાએ જૂન મહિનામાં જ બોલીવૂડના સ્ક્રીનરાઇટર રાહુલ મોદી સાથે પોતાના સંબંધોનો એકરાર કર્યો હતો અને એ વાતની ખાતરી કરતી રાહુલ સાથેની એક સેલ્ફી પણ ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button