શ્રદ્ધા કપૂર સાથે લિંક્ડઇન પર બની અજીબ ઘટના! ખુદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી વ્યથા…

બોલીવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયાનો છૂટથી ઉપયોગ કરે છે અને તેઓ આ પ્લેટફોર્મના માધ્યમથી પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને આ સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો હતો. ખુદ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી હતી. આવો જોઈએ આખરે એવું તે શું થયું શ્રદ્ધા કપૂર સાથે-
વાત જાણે એમ છે કે શ્રદ્ધા કપૂરે હાલમાં જ લિંક્ડઈન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું, પરંતુ તેને ફેક સમજીને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. હવે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જાણ કરી હતી કે લિંક્ડઈન પરનું એકાઉન્ટ તેનું જ હતું અને તે ફેક એકાઉન્ટ નથી. તેણે લોકો પાસેથી મદદ પણ માંગી હતી. પોતાની પોસ્ટમાં શ્રદ્ધાએ લખ્યું હતું કે એકાઉન્ટ ફેક જાહેર કરવાને કારણે લોકોને તેની પ્રોફાઈલ નતી જોવા મળી રહી.

શ્રદ્ધાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી સ્ટોરી શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ડિયર લિંક્ડઈન. હું મારું એકાઉન્ટ નથી યુઝ કરી શકતી, કારણ કે લિંક્ડઈનને એવું લાગે છે કે તે ફેક છે. શું કોઈ મારી મદદ કરી શકે છે. એકાઉન્ટ બનેલું છે, પ્રીમિયમ અને વેરિફાઈડ પણ છે, પરંતુ લોકો તેને જોઈ નથી શકતા.

શ્રદ્ધા કપૂરે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હું મારી ઔદ્યોગિક જર્ની લોકો સાથે શેર કરવા માંગુ છું, પરંતુ લિંક્ડઈન પર એકાઉન્ટ શરૂ કરવી એ જ એક જર્ની છે. જોકે, બાદમાં લિંક્ડઈન દ્વારા શ્રદ્ધા કપૂરની આ સમસ્યા ઉકેલાઈ ગઈ હતી એની માહિતી પણ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર એક સફળ એક્ટ્રેસ હોવાની સાથે સાથે એન્ટપ્રેન્યોર પર પણ છે. તે એક જ્વેલરી બ્રાન્ડ પણ ચલાવે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળે છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેણે પલ્મોનાસ બ્રાન્ડમાંથી એટલી વધારી શોપિંગ કરી હતી કે મને આ બ્રાન્ડની કો-ફાઉન્ડર બનાવી દેવામાં આવી. 2022માં આ બ્રાન્ડ પલ્લવી મોહાદિકરે શરૂ કરી હતી.
ફિલ્મોની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર 2024માં ફિલ્મ સ્રી 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાનું કલેક્શન કરી હતી. આગામી દિવસોમાં એક્ટ્રેસ ફિલ્મ સ્ત્રી 3માં જોવા મળશે. આ ફિલ્મ 2027માં રિલીઝ થશે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય તે ફિલ્મ ભેડિયા ટુ અને મેડોક ફિલ્મ્સની અપકમિંગ હોરર કોમેડી ફિલ્મનો પણ હિસ્સો છે.
આ પણ વાંચો…માધુરી દિક્ષીત, નુસરત ભરુચા અને શ્રદ્ધા કપૂરે આ રીતે માણી પહેલાં વરસાદની મજા…