પ્રેગ્નન્સી દરમિનયાન પણ Tina Ambani સાથે પાર્ટી કરતી જોવા મળી ટીવીની સંસ્કારી બહુ… | મુંબઈ સમાચાર
મનોરંજન

પ્રેગ્નન્સી દરમિનયાન પણ Tina Ambani સાથે પાર્ટી કરતી જોવા મળી ટીવીની સંસ્કારી બહુ…

ટીવીની સંસ્કારી બહુમાં જેની ગણતરી થાય એવી ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાના ઘરે ટૂંક સમયમાં જ કિલકારીઓ ગૂંજવાની છે. શ્રદ્ધા હાલમાં પોતાની ગર્ભાવસ્થાને ખુલીને એન્જોય કરી રહી છે અને તેમ છતાં તે પાર્ટી અને પબ્લિક ઈવેન્ટમાં પણ હાજરી આપવાનું ચૂકતી નથી. શ્રદ્ધાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અંબાણી પરિવારની વહુ ટીના અંબાણી સાથે વ્હાઈટ સ્લીવલેસ ગાઉનમાં જોવા મળી રહી છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્રદ્ધાનો બોલ્ડ અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. આ પહેલાં તે મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. હેવીલી પ્રેગ્નન્ટ હોવા છતાં પણ શ્રદ્ધા સ્લીવલેસ વાઈટ મેક્સી ગાઉનમાં પાર્ટી કરતી જોવા મળી હતી. ખાસ વાત તો એ છે કે આ પાર્ટીમાં શ્રદ્ધાની સાથે ટીના અંબાણી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ટીવી-વેબ શોઝ પરથી થઈ રહ્યા છે સિનેમામાં અવનવા પ્રયોગ

ટીના અંબાણીએ આ સમયે બેજ કલરનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો અને તેમણે શ્રદ્ધા સાથે પોઝ આપ્યા હતા. ફૂલ સ્લીવ્ઝ ટોપ અને શોર્ટ લેન્થના બેજ કલરના સેલ્ફ ડિઝાઈનવાળા પ્લાઝો અને હેન્ડબેગ સાથે ટીના અંબાણી પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો છે. શ્રદ્ધાની વાત કરીએ તો શ્રદ્ધા સ્લીવલેસ ગાઉનની નેકલાઈન પર બ્લેક કલરની લેસથી ડિઝાઈનિંગ કરવામાં આવી હતી.

પ્રેગ્નન્ટ એક્ટ્રેસ આ ફોટોમાં બ્યુટીફૂલી પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તેણે આ આઉટફિટ સાથે ડબલ લેયર્ડ પર્લ નેકલેસ પહેર્યો હતો. ઓપન હેર સાથે શ્રદ્ધાએ પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

Back to top button