દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ફેન્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ આઈકોનિક ફિલ્મ થશે રી-રીલિઝ…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે 24મી નવેમ્બરના અંતિમ શ્વાસ લીધા અને તેમના ફેન્સ, ફેમિલી અને ફ્રેન્ડ્સ આઘાતમાં સરી પડ્યા. પરંતુ હવે ધર્મેન્દ્રના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક તો હી-મેન ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કીસ 25મી ડિસેમ્બરના રીલિઝ થઈ રહી છે એટલે તેઓ તેમને મોટા પડદા પર છેલ્લી વખત જોઈ શકશે. જોકે, આ બધા વચ્ચે બોલીવૂડના ઈતિહાસની કલ્ટ ફિલ્મ ગણાતી શોલે પણ નવા અંદાજ સાથે મોટા પડદા પર રી-રીલિઝ થઈ રહી છે. મળતી માહિતી મુજબ દેશભરની 1500 સ્ક્રીન્સ પર 4K વર્ઝનમાં રી-રીલિઝ કરવામાં આવશે.
જય-વીરુની કેમેસ્ટ્રી જોઈ શકશે દર્શકો
જી હા, ફિલ્મ શોલેને દેશભરની 1500 સ્ક્રીન્સ પર 4K વર્ઝનમાં રી-રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં દર્શકોને સ્ક્રીન પર ફરી એક વખત જય-વીરુની સુંદર કેમેસ્ટ્રી જોવા મળશે. જોકે, એ વાત અલગ છે છે કે જય-વીરુની જોડી તૂટી ગઈ છે. સોમવારે જ ફિલ્મમાં વીરુનો રોલ કરનારા 89 વર્ષીય ધર્મેન્દ્રનું નિધન થયું હતું.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ધર્મેન્દ્રએ હિંદી ફિલ્મોના હીરોને મરદાના બનાવ્યા?
ફેક્ટર્સ કે જેમણે શોલેને બનાવી સુપરહિટ
વાત કરીએ ફિલ્મ શોલેની તો શોલેની સ્ટોરી જેટલી યાદગાર અને દમદાર છે એટલા જ તેના કેરેક્ટર્સ પણ યાદગાર છે. પછી એ જય-વીરુની દોસ્તી હોય કે વીરુ અને બસંતીનો રોમાન્સ, બસંતીની માસી લીલા મિશ્રાની કોમિક ટાઈમિંગ હોય કે ઠાકુર-ગબ્બરની દુશ્મની… આ તમામ ફેક્ટર્સ શોલેને હિટ ફિલ્મ બનાવે છે.
ચાર આઈકોનિક કેરેક્ટર્સમાંથી 3 એક્ટરનું નિધન
ફિલ્મ શોલેના ચાર આઈકોનિક કેરેક્ટર્સ વીરુ, ઠાકુર, ગબ્બર અને જયમાંથી ત્રણ કેરેક્ટર્સનું નિધન થઈ ગયું છે. અમઝદ ખાનનું 27મી જુલાઈ, 1992ના 51 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. જ્યારે ઠાકુરનો રોલ કરનારા સંજીવ કુમારનું 6ઠ્ઠી નવેમ્બર, 1985ના 47 વર્ષની વયે નિધન થયું હતું. આ સિવાય 24મી નવેમ્બરના 89 વર્ષની વયે વીરુનો રોલ કરનારા ધર્મેન્દ્રનું નિધન થયું હતું.
આ પણ વાંચો: ‘ગ્રીક ગોડ’થી લઈને ‘હી-મેન’ સુધીની ધર્મેન્દ્રની સફર કેવી રહી, જાણો ધરમપાજીના જીવનની A2Z વાતો…
પહેલાં આટલી વખત રી-રીલિઝ થઈ છે શોલે
વાત કરીએ ફિલ્મ શોલેને 4K વર્ઝનમાં ફરી રીલિઝ કરવાની તો આ ફિલ્મ એક રીતે તો એ દિગ્ગજ કલાકારોને શ્રદ્ધાંજલિ છે કે જેમની એક્ટિંગ અને મહેનતથી આ ફિલ્મ કલ્ટ ફિલ્મ બની ગઈ. શોલે પહેલી વખત 1975માં રીલિઝ થઈ હતી. 2004માં તેને 70 મિમી રીસ્ટોર વર્ઝનમાં રીલિઝ કરવામાં આવી. 2014માં 3ડી ફોર્મેટમાં અને હવે 2025માં ફિલ્મને 4K વર્ઝન સાથે દર્શકો માટે રીલિઝ કરવામાં આવશે.



