શોકિંગ! બિગબોસના ઘરમાંથી વિકી જૈન થયો આઉટ! આ 5 લોકો જશે ફિનાલેમાં..
Big Boss-17ના ફાઇનલ રાઉન્ડ માટે હવે 5 મજબૂત દાવેદારો બચ્યા છે. આગામી 28 જાન્યુઆરીએ શોનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જો કે ફાઇનલ પહેલાની છેલ્લી હકાલપટ્ટી ખૂબ જ ચોંકાવનારી છે. જી હાં, ફિનાલે રાઉન્ડ પહેલા બબાલિયા દંપતિ અંકિતા લોખંડે અને વિકી જૈનમાંથી વિકીનું પત્તું કપાઇ ગયું છે.
ગયા અઠવાડિયે જ્યારે એલિમિનેશિન રાઉન્ડ હતો ત્યારે આયેશા ખાન અને ઇશા માલવીયાને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. એ પછી હવે વિકી જૈનની સફર પૂરી થઇ ગઇ છે. એક ફેન પેજ દ્વારા મળેલી માહિતીને સાચી માનીએ તો મિડનાઇટ ઇવિક્શનમાં જ વિકીને બહાર કરી દેવામાં આવ્યો હતો.
વિકીની સ્પર્ધા અરૂણ મશેટ્ટી સાથે હતી, જેમાં અરૂણ બચી ગયો છે અને વિકી બહાર નીકળી ગયો છે. આ સાથે જ ફાઇનલ રાઉન્ડ માટે કુલ પાંચ નામો ક્વોલિફાય થઇ ગયા છે, જેમાંથી એક વિજેતા ટ્રોફી અને ઇનામની રકમ પોતાની સાથે લઇ જશે. આ નામો છે: મુનાવર ફારુકી, મન્નારા ચોપરા, અંકિતા લોખંડે, અભિષેક કુમાર અને અરૂણ મશેટ્ટી.
જો કે સોશિયલ મીડિયા પર યુઝર્સ ધમાલ કરી રહ્યા છે, બિગ બોસના આ નિર્ણય સાથે લોકો સંમત નથી. ઘણા યુઝર્સે તેને ખોટી રીતે બહાર કાઢ્યો હોવાનું જણાવ્યું હતું. ઘણાએ કહ્યું કે તે એક સારો પ્લેયર હતો અને તેને હજુ આગળ લઇ જવાની જરૂર હતી. બિગબોસના ઘરમાં વિકી જૈન અને તેની પત્ની અંકિતા લોખંડે વચ્ચે વારંવાર વાદ-વિવાદ અને ઝઘડાને કારણે શો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.