આ કારણે થયું Salman Khan અને Aiswarya Rai Bachchanનું બ્રેકઅપ? કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવુડના દબંગ સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની ફિલ્મ સિકંદરને કારણે ખાસો એવો લાઈમલાઈટમાં છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના અફેરને લઈને સલમાનના ભાઈ અને બોલીવુડ એસ્ટર અરબાઝ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અરબાઝે જણાવ્યું હતું કે ઐશ્વર્યા સલમાનને ડેટ કરી રહી હતી પરંતુ તે સલમાન સાથે લગ્ન કરવાનો તેનો કોઈ ઈરાદો જ નહોતો. તેને કારણે જ સલમાન ખાનનો સ્વભાવ ધીરે ધીરે બદલાવવા લાગ્યો હતો વગેરે વગેરે… આવો જોઈએ બીજું શું કહ્યું સલમાન અને ઐશ્વર્યા વિશે અરબાઝ ખાને…

90ના દાયકામાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચન બંને પોતાના અફેરને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. બંનેનું બેકઅપ પણ ખૂબ ખરાબ નોટ પર થયું હતું. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બંને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ દરમિયાન એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. સલમાન ઐશ્વર્યા સાથેની રિલેશનશિપને લઈને ખૂબ જ સિરીયસ હતો. યોગ્ય ઉંમરમાં જ સલમાન ઐશ્વર્યા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતો પણ ઐશ્વર્યા સલમાન સાથે લગ્ન કરવાનું કમિટમેન્ટ આપી શકી નહીં જેને કારણે ભાઈજાન ગુસ્સામાં રહેવા લાગ્યો હતો, એવું અરબાઝ ખાને પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: સલમાન કરતાં તો Lawrence Bishnoi સારો છે, સલમાન ખાનની જ એક્સ ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો ખુલાસો…
અરબાઝ ખાને ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે ઐશ્વર્યા અમારા ઘરે પણ આવતી, પરિવાર અને સલમાન સાથે સારો એવો સમય પણ પસાર કરતી હતી. એ સમયમાં ઐશ્વર્યાનું કરિયર એકદમ પિક પર હતું અને આ કારણે જ તે લગ્ન કરવાના મૂડમાં નહોતી. બીજું બાજું ઐશ્વર્યાના પિતા પણ સલમાનને ખાસ પસંદ નહોતા કરતા, કારણ કે તેમના મગજમાં સલમાનની ઈમેજ કાસાનોવાની હતી. સલમાન સાથે ઐશ્વર્યાનું કોઈ ફ્યુચર નથી એવું તેમને લાગતું હતું. આ કારણે પણ સલમાન અને ઐશ્વર્યાનો સંબંધ આગળ વધી શક્યો નહીં.

સલમાન ઐશ્વર્યાનો એટલો બધો દિવાનો થઈ ગયો હતો કે એનો સ્વભાવ પણ બદલાવવા લાગ્યો હતો. સલમાન ઐશ્વર્યાની લગ્ન માટેની ટાળવાની આદતને કારણે એટલો અગ્રેસિવ થઈ ગયો હતો કે તે તોડફોડ કરવા લાગ્યો હતો. આ કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સલમાન ખાનથી છુટા પડ્યા બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે પણ જોડાયું હતું, જોકે આ સંબંધ પણ ખાસ કઈ ટકયો નહીં અને ઐશ્વર્યાએ આખરે અભિષેક બચ્ચન સાથે ઘર વસાવી લીધું.