મનોરંજન

સૈફ અલી ખાનના હુમલાખોર મામલે પોલીસ ખાતાની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘર પર થયેલા જીવલેણ હુમલા બાદ બાંગ્લાદેશી આરોપી મોહંમદ શરીફુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવી હતી. શરીફુલે જામીન માટે અરજી કરી છે ત્યારે મુંબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે શરીફુલના ફિંગરપ્રિન્ટ મેચ ખાતા નથી. સૈફના ઘરેથી જે ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા છે તેની સાથે શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ મેચ નથી થઈ રહ્યા.

આપણ વાંચો:  એક્ટિંગ, મોડલિંગ, અને દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર તરીકે આગવી છાપ છોડી છે આજની બર્થડે ગર્લે…

20માંથી એક જ પ્રિન્ટ મેચ થઈ
મહારાષ્ટ્ર સીઆઈડીએ અભિનેતાના બાન્દ્રા ખાતેના ઘરથી એકઠા કરેલા લગભગ 20 જેટલા સેમ્પલ લીધા હતા જેમાંથી 19 સેમ્પલમાં શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ મેચ ન થતા હોવાનું જાણવા મળ્યું છે. બાથરૂમ, બેડરૂમ, સ્લાઈડિંગ ડોર વગેરેમાંથી મહત્વના આ ફિંગરપ્રિન્ટસ મેચ થતા નથી.

જોકે પોલીસના કહેવા અનુસાર આ કોઈ મોટો મુદ્દો નથી. એક વસ્તુ પર ઘણા બધા લોકોના હાથ અડતા હોવાથી ફિંગરપ્રિન્ટ્સ મેચ ન થાય તે સામાન્ય વાત છે. તે સિવાય ઘણા પુરાવા છે જે શરીફુલના વિરોધમાં છે. પોલીસે 1000 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. પોલીસે તેની જામીનનો પણ વિરોધ કર્યો છે.

16મી જાન્યુઆરીની અડધી રાત્રે સૈફના ઘરે એક અજાણ્યો શખ્સ ઘુસી આવ્યો હતો અને તેની સાથે ઘર્ષણમા ઉતરેલા સૈફ પર ચાકુથી વાર કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સૈફ રીક્ષામાં લીલાવતી હૉસ્પિટલે પહોંચ્યો હતો અને ત્યાં તેની સર્જરી થઈ હતી. ડોક્ટરોએ સૈફને આરામ કરવા જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button