Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…

બોલીવુડની હોટ બેબ ગણાતી અનન્યા પાંડે (Ananya Panday) હાલમાં તેની આગામી ફિલ્મ CTRLને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ સિવાય તે બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ, હાર્દિક પંડ્યા સાથેના અફેયર જેવા અલગ અલગ કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે. હવે એક્ટ્રેસ પોતાના એક્સ બોયફ્રેન્ડને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. આવો જોઈએ શું છે આ ખુલાસો…
અનન્યા હાલમાં તેની આગામી ફિલ્મ CTRLને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ એક એવી યુવતીની સ્ટોરી છે કે જેને પ્રેમમાં ધોખો મળે છે. યુવતીને ખબર પડે છે કે તેનો પ્રેમી તેને ચીટ કરી રહ્યો છે અને યુવતી આમાંથી બહાર આવવા અને બોયફ્રેન્ડની યાદોમાંથી બહાર આવવામાં માટે AIનો સહારો લે છે. પરંતુ ચીજો ત્યારે વધારે ખરાબ થવા લાગે છે જ્યારે AI તેની લાઈફને કન્ટ્રોલ કરવા લાગે છે. અનન્યાએ એક્સની યાદો ભૂલાવવા માટે શું કરે છે એ વાતનો ખુલાસો કર્યો હતો.
વાત જાણે એમ છે કે એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ જેમના નિર્દેશન હેઠળ બની છે એવા વિક્રમાદિત્ય મોટવાનીને પૂછવામાં આવ્યું કે તમે તમારા અનુભવો પરથી જણાવો કે પોતાના એક્સની યાદોમાંથી બહાર આવવા શું કરવું જોઈએ. જેના જવાબમાં તેમણે હસતાં હસતાં જણાવ્યું કે બીજાની શોધમાં લાગી જાવ…
પરંતુ જ્યારે અનન્યાને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અનન્યાએ આ વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે આ વસ્તુને હેન્ડલ કરે છે અને સૌથી પહેલી વાત તો એ કે ક્યારે પોતાની જાતને મુવ ઓન કરવા માટે ફોર્સ ના કરો. તમારે તમારી લાગણીને ફીલ કરવી જોઈએ. જો તમારી પાસે કોઈ જુના ફોટો હોય તમારા એક્સના તો એને સળગાવી દો.
તમને સારું લાગશે. આ સાંભળીને ઇન્ટરવ્યુ લેનારે અનન્યાને પૂછ્યું કે શું તે કોઈના ફોટો આ રીતે બાળ્યા છે, જેના જવાબમાં તેણે કહ્યું કે હા, મેં આ રીતે મારા એક્સનો ફોટો મીણબત્તીથી સળગાવીને બાળ્યા છે. આ રીતે વસ્તુઓ બાળી દેવાથી હળવું લાગે છે, કારણ કે તે એના ભૌતિક અસ્તિત્વને જ નાબુદ કરી નાખે છે.
અનન્યાનો આ શોકિંગ ખુલાસો ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે. હાલમાં જ તેનું અને આદિત્ય રોય કપૂર કપુરનું બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ તેની નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું જોકેઝ બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેની અને હાર્દિક પંડ્યા વચ્ચે એવું કંઈ જ નથી.
Also Read –