લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હન બનેલી એક્ટ્રેસે બદલ્યો રંગ…
સાઉથના સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ ચોથા ડિસેમ્બરના જ મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર કપલના લગ્નના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ પણ બંનેને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. દુલ્હા-દુલ્હનના પારંપારિક કપડામાં બંનેનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે આ લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. પરંતુ લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હને પોતાનો રંગ બદલ્યો છે. જેણે પણ તેનો આ બદલાયેલો અવતાર જોયો એ લોકો જોતા જ રહી ગયા હતા.
આ પણ વાંચો : Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈતન્યના પોસ્ટ વેડિંગ ફેસ્ટિવિટિઝના નવા ફોટો સામે આવ્યા છે. લગ્નના વિવિધ કાર્યક્રમમાં સાડી જેવા ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળેલી શોભિતા પોસ્ટ વેડિંગ એકદમ મોર્ડન લૂકમાં જોવા મળી હતી. શોભિતાએ ડીપ નેક બેકલેસ ટાઈટ ગાઉન પહેર્યો હતો. શોભિતાએ પોતાની કાતિલાના અદાથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ પણ વાંચો : બોલ્ડ અભિનેત્રી શોભિતા ધુલિપલાએ વ્યક્ત કરી પોતાની ઇચ્છા, કહ્યું કે…
લગ્ન બાદ શોભિતાએ કોકટેલ પાર્ટી માટે ડિઝાઈનર તરુણ તહિલિયાનીનો આઉટફિટ પહેર્યો હતો. આ ગાઉનની કિંમત ઓનલાઈન 1,39,900 રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સુંદર ગાઉનમાં શોભિતાએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યો હતો. ગોલ્ડન શિમરી હોલ્ટર નેક ગાઉન એકદમ ડીપ નેક છે અને વેસ્ટ પર પ્લીટ્સ બનાવીને સુંદર રીતે સ્ટાઈલ કરવામાં આવ્યો છે.
શોભિતાએ કોકટેલ ઓવર માટે કપડાં નહીં પણ જ્વેલરી અને બેગ પણ તરુણના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો. ડ્રોપ ઈયરરિંગ્સ અને લેયરિંગ નેકપીસે તેની નેકલાઈનને ખૂબ જ સુંદર રીતે કોમ્પિલમેન્ટ કરી હતી. ટૂંકમાં કહીએ તો મેકઅપથી લઈને હેરસ્ટાઈલ સુધી શોભિતા એકદમ પિક્ચર પરફેક્ટ લાગી રહી હતી. તમે પણ ના જોયો હોય શોભિતાનો આ શાનદાર લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…