આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

બોલ્ડ અભિનેત્રી શોભિતા ધુલિપલાએ વ્યક્ત કરી પોતાની ઇચ્છા, કહ્યું કે…

મુંબઈ: સ્ટાર્સની લવ-લાઇફને લઇને ફેન્સ હંમેશા જ ખૂબ એક્સાઇટેડ રહેતા હોય છે અને સાઉથની ફિલ્મોના ચાહકોનો તેમના સ્ટાર્સ પ્રત્યે પ્રેમ તો એક અલગ જ લેવલનો હોય છે, તે આપણે જાણીએ છીએ. એવામાં જો કોઇ અભિનેત્રી સાઉથના જ એક સ્ટાર સાથે ગુપચુપ રીતે સગાઇ કરી લે તો તેની કેટલી ચર્ચા થતી હશે એ તમે જાણો જ છો.

એ જ રીતે શોભિતા ધુલિપાલા અને સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યની સગાઇ ધૂમ ચર્ચામાં છે. શોભિતા અને ચૈતન્યએ પોતાના કુટુંબ અને નજીકનાં લોકોની હાજરીમાં સગાઇ કરી હતી. જ્યારે તેમણે સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી ત્યારે તેમના ફેન્સને જાણ થઇ અને પછી તેમના પર અભિનંદનની વર્ષા કરી હતી.

જોકે, હવે ચાહકો જાણવા માગે છે કે તે બંને લગ્ન ક્યારે કરી રહ્યા છે. આ બધા વચ્ચે અભિનેત્રીએ પોતાની માતા બનવાની ઇચ્છા વિશે વાત કરી છે અને આ વાતની વાત હવે ચોતરફ થઇ રહી છે.

એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની માતા બનવાની ઇચ્છા જાહેર કરી હતી. તેણે કહ્યું કે મેં સગાઇ વિશે વધુ કંઇ વિચાર્યું નહોતું. એ આખો પ્રસંગ ખૂબ જ સિંપલ, ઇન્ટીમેટ અને આરામદાયક રહ્યો. જ્યારે વસ્તુ ખૂબસુરત હોય છે ત્યારે મને નથી લાગતુ કે તેને કોઇ સજાવટની જરૂર હોય છે.

માતા બનવા વિશે તે કહે છે કે હું હંમેશાથી મધરહુડનો અનુભવ લેવા માગતી હતી. હું પહેલાથી જ આ મામલે સ્પષ્ટ રહી છું. હું હંમેશાથી જ લગ્ન કરવા માગતી હતી.

લગ્ન ક્યારે થશે એ વિશે શોભિતા કહે છે કે એ મૂડની વસ્તુ છે. કોઇ દિવસની, કોઇ પ્રસંગની, કોઇ લુકની. મને આ બધી વસ્તુમાં ટ્રેડિશનલ ખૂબ ગમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button