મનોરંજન

આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…

અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા (Shloka Mehta) પણ અંબાણી પરિવારની બીજી મહિલાઓની જેમ જ ફેશન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. શ્લોકા જ્યારે પણ કોઈ પણ ઈવેન્ટમાં જોવા મળે છે ત્યારે તે ટોક ઓફ ધ ટાઉન બને છે અને એનું કારણ હોય છે કોઈ પણ ઈવેન્ટ માટે પરફેક્ટ લૂક કેરી કરવાની તેની આવડત. આવું જ કંઈક ફરી એક વખત જોવા મળ્યું હતું. હાલમાં જ શ્લોકા પતિ આકાશ અંબાણી (Akash Ambani) સાથે નાઈટ આઉટ કરવા માટે નીકળી હતી અને એ સમયે તેઓ પહેરેલો આઉટફિટ અને હિલ્સ ચર્ચાનું કારણ બન્યા હતા. આવો જોઈએ શું છે ખાસ શ્લોકાના આ આઉટફિટમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં શ્લોકા મહેતાના ફોટોમાં તેણે શોર્ટ ચમકીલો ડ્રેસ પહેર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ આઉટફિટમાં શ્લોકા એકદમ કમાલની લાગી રહી છે. આકાશ સાથે નાઈટ આઉટ માટે નીકળેલી શ્વેતાએ આ સમયે વેલેન્ટિનોની ક્રેપ કાઉસર સિક્વેન્સ એમ્બેલિશ્ડ મિની ડ્રેસ પહેર્યો હતો. આ સિક્વેન્સ ડ્રેસ ઈટલીમાં બનાવવામાં આવ્યો છે જેના પર વુલન્સ અને સિલ્કને મિક્સ કરીને તૈયાર કરાયો છે.

હાફ સ્લિવ્ઝ અને રાઉન્ડ નેકલાઈનવાળા આ ડ્રેસને શ્લોકાએ એક્વાઝુરા બ્રાન્ડની હિલ્સ સાથે પેયર કર્યો હતો. આ હિલ્સ શ્લોકાના લૂકને કમ્પલિટ કરવાની સાથે સાથે ચાર ચાંદ લગાવી રહી હતી. શ્લેકાએ આ સમયે પોતાના લૂકને એકદમ સિમ્પલ રાખ્યો હતો. લૂકને કમ્પલિટ કરવા માટે ઓવરસાઈઝ્ડ હૂપ ઈયરરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ અને હેરમાં પોની બનાવી હતી.
એક રિપોર્ટમાં શ્લોકાના આ થાઈ લેન્થવાળી ડ્રેસની કિંમત વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે 11,582 ડોલર એટલે કે આશરે 10 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની હિલ્સની કિંમત 1150 પાઉન્ડ એટલે કે આશરે એક લાખ રૂપિયાની આસપાસ છે.

આ પણ વાંચો…શ્રદ્ધા કપૂરના મોબાઈલ વૉલપેપર પણ કોનો ફોટો છે? પાપારાઝીએ પકડી પાડી

વાત કરીએ આકાશ અંબાણીની તો આકાશ અંબાણીએ આ સમયે બ્લ્યુ વેલ્વેટનું બ્લેઝર અને બ્લેક પેન્ટ પહેરી હતી. આકાશ આ લૂકમમાં હંમેશની જેમ ક્યુ લાગી રહ્યો હતો, એમાં કોઈ શંકા જ નથી. તમે પણ બંનેના વાઈરલ ફોટો અને વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button