મનોરંજન

Radhika Merchant બાદ કપૂર પરિવારના ઈવેન્ટમાં અંબાણી પરિવારની આ મહિલાએ સાદગીથી લૂંટી લીધી મહેફિલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર દરેક સભ્યના વીડિયો અને ફોટો વાઈરલ થતાં જ હોય છે. હાલમાં જ પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટનો સિમ્પલ લૂકવાળો વીડિયો વાઈરલ થયો હતો અને હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા પરિવારમાંથી એક એવા કપૂર ખાનદાનની બર્થડે પાર્ટીમાં પહોંચેલી અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta)નો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્લોકાની સાદગી અને સિમ્પલિસિટીના લોકો વખાણ કરી રહ્યા છે. નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે કપૂર ખાનદાનની ઈવેન્ટમાં લાઈમલાઈટ ચોરવાની હિંમત અંબાણી પરિવારની વહુરાણી જ કરી શકે ભાઈસાબ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્લોકા મહેતા રણબીર કપૂર અને રણધીર કપૂરની બર્થડે પાર્ટીમાં પોતાના બાળકો સાથે પહોંચી હતી. ગઈકાલે યોજાયેલી આ ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. શ્લોકા જેવી જ કારમાંથી ઉતરે છે કે પેપ્ઝ તેના ફોટો લેવાનું શરૂ કરી દે છે. આ સમયે શ્લોકાએ સાદી જિન્સ પેન્ટ અને સફેદ ટોપ પહેરીની પહોંચી હતી. આ સમયે તેની સાથે બાળો પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર શ્લોકાના આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેની સાદગીના વખાણ પણ કરી રહ્યા છે.

આ ઉપરાંત પાર્ટીમાંથી પાછી ફરતી શ્લોકાનો વીડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં બાળકો બર્થડે પાર્ટીમાં મળેલી રિટર્ન ગિફ્ટ્સ સાથે જોવા મળી રહ્યા છે અને પૃથ્વી તો ગિફ્ટમાં શું છે એ જાણવાની તાલાવેલી ના રોકી શકતો હોય એમ ચાલતાં ચાલતાં જ ગિફ્ટ ઓપન કરવાનું શરૂ કરી દે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્લોકા મહેતા આખા અંબાણી પરિવાર સાથે પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં ભાગ લેવા પહોંચી હતી. એ સમયે પણ તેની સાદગી જોઈને નેટિઝન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. પૃથ્વી અને વેદાને સંભાળતા, તેમની સાથે મસ્તી કરતાં ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?

રણબીર અને રણધીર કપૂરની બર્થે પાર્ટીમાં કરિના કપૂર ખાન પણ પહોંચી હતી. જોકે, કરિના સાથે આ સમયે તેના બંને દીકરા તૈમુર અને જેહ નહોતા જોવા મળ્યા. પેપ્ઝે કરિનાને જોતા જ તેના ફોટો લેવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ આ સમયે સૈફ પર થયેલાં હુમલા બાદ સંતાનોની સુરક્ષાને ધ્યાનમાં લઈને કરિનાએ પેપ્ઝને તેના બંને સંતાનોના ફોટો કે વીડિયો લેવાની ના પાડી દીધી હતી. કરિનાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.


તમે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button