મનોરંજન

સિમ્પલ વ્હાઈટ આઉટફિટ, મિનિમલ જ્વેલરી, અંબાણી પરિવારના મોટા વહુનો લૂક જોઈને તો…

અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનેબલ, ડિઝાઈનર આઉટફિટ્સને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ડિઝાઈનલ આઉટફિટ, ભારેભરખમ યુનિક જ્વેલરી અંબાણી પરિવારની ગર્લ્સ ગેંગની ઓળખ સમાન છે. પરંતુ હાલમાં જ અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. શ્લોકા મહેતાએ આ સમયે સિમ્પલ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. ચાલો જોઈએ શ્લોકાના લૂકમાં શું છે ખાસ-

અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા પોતાની એલિગન્ટ સ્ટાઈલની સાથે સાથે પોતાની સાદગી માટે પણ જાણીતી છે. શ્લોકાની સ્ટાઈલ હંમેશા લેસ ઈઝ મોર પર ફોક્સ્ડ હોય છે. હાલમાં જ યોજાયેલી એક ઈવેન્ટમાં પણ શ્લોકા મહેતા એક સિમ્પલ વ્હાઈટ વર્કવાળા સૂટમાં જોવા મળી હતી, પરંતુ હર હંમેશની જેમ જ શ્લોકાનો આ લૂક 10/10 હતો એવાતમાં કોઈ શંકા નથી.

વાત જાણે એમ છે કે શ્લોકા મહેતા હાલમાં પોતાના દિવંગત દાદાજી અરુણકુમાર મહેતા પર આધારિત બુકના લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. આ સમયે શ્લોકાએ કોઈ પણ ઝાકઝમાળ વિનાના સિમ્પલ આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું. શ્લોકાએ આ સમયે કમ્પલિટ વ્હાઈટ લૂક પહેરવાનું પસંદ કર્યું હતું. આ વ્હાઈટ સૂટ પર સુંદર વર્ક કરવામાં આવ્યું હતું.

ફૂલ સ્લીવ્ઝવાળા આ આઉટફિટના ગળા, આસ્તીન અને બોર્ડર પર સુંદર વર્ક કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં શ્લોકાના પિયરના લોકોની સાથે સાથે સાસરિયાના લોકો પણ હાજર હતા. શ્લોકાએ આ સુંદર આઉટફિટની સાથે મેચિંગ ઈયરરિંગ્સ અને મેચિંગ બેંગલ્સ પહેરવાનું પસંદ કર્યું હતું. ખુલ્લા વાળમાં શ્લોકા મહેતા એકદમ સુંદર લાગી રહી હતી. મેકઅપની વાત કરીએ તો આ ઈવેન્ટ માટે શ્લોકાએ મેકઅપ પણ ખૂબ જ હળવો પસંદ કર્યો હતો.

શ્લોકા મહેતાનો આ સિમ્પલ બટ ગ્રેસફૂલ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ શ્લોકા મહેતાની સાદગી અને સિમ્પલિસિટી પર દિલ હારી બેઠા હતા. ફેન્સ લાઈક અને કમેન્ટ કરીને શ્લોકા પર વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ શ્લોકાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અંબાણી પરિવારે મુંબઈના એન્ટિલિયા ખાતે એક ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાના મેન્સ, વુમેન્સ અને બ્લાઈડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો…નીતા અંબાણીએ એન્ટિલિયામાં યોજાયેલી ઈવેન્ટમાં કર્યું કંઈક એવું કે… જોઈને ઉડી જશે તમારા હોંશ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button