કેવો છે અંબાણી પરિવારની બંને બહુરાની Shloka Mehta-Radhika Merchantનો સંબંધ?

અંબાણી પરિવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ સિવાય પોતાના મૂલ્યો, પરંપરા, સંસ્કારો અને પરિવારમાં હળીમળીને રહેવાની દરેક સભ્યની વૃત્તિને કારણે પણ ચર્ચામાં રહે છે પછી તે નીતા અંબાણી અને ટીના અંબાણી હોય કેમ ના હોય?
પરંતુ શું તમને ખબર છે કે પરિવારની યંગ જનરેશનની વહુરાણીઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ કેવો બોન્ડ શેર કરે છે? ચાલો તમને જણાવીએ અને એ સાથે એ પણ જાણીએ કે બંને વહુરાણીઓમાંથી કોણ વધારે ભણેલી-ગણેલી છે?
અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા અને નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ વચ્ચે દેરાણી-જેઠાણી નહીં પણ સગી બહેનો જેટલો પ્રેમ છે. બંને અવારનવાર સાથે જોવા મળતી હોય છે અને એ સમયે તેમનું બોન્ડિંગ પણ સ્પષ્ટ જોવા મળે છે.
અંબાણી પરિવારના દરેક સભ્ય વચ્ચે ખૂબ જ મનમેળ જોવા મળે છે. બંને વચ્ચેના સંબંધો અને બોન્ડની વાત કરી લીધા બાદ હવે વાત કરીએ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટમાંથી કોણ વધુ ભણેલું છે એ-
આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાની તો શ્લોકા પાસે અનેક ડિગ્રી છે. શ્લોકા મહેતાએ પોતાની સ્કુલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલથી કર્યું છે અને ત્યાર બાદ પ્રિંસટન યુનિવર્સિટી, ન્યુ જર્સી અમેરિકાથી એન્થ્રોપોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
આ સાથે સાથે જ શ્લોકા મહેતાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી પોલિટિકલ સાયન્સમાં એજ્યુકેશન કર્યું હતું. તેણે લોની ડિગ્રી પણ કરી છે અને તેમાં માસ્ટર્સ પણ કર્યું છે.
વાત કરીએ રાધિકા મર્ચન્ટની તો રાધિકા મર્ચન્ટે મુંબઈના ધ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને ઈકોલે મોંડિયાલ વર્લ્ડ સ્કુલથી સ્કુલિંગ કર્યું છે. ત્યાર બાદ તેમણે મુંબઈની બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કુલથી આઈબી ડિપ્લોમા કર્યું.
રાધિકાએ ન્યૂ યોર્કની યુનિવર્સિટીથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઈન્ડિયા આવ્યા બાદ તેણે એક રિયલ એસ્ટેટ ફર્મ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાના બોન્ડની વાત કરીએ તો રાધિકા અને શ્લોકા વચ્ચે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. બંને અવારનવાર એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહે છે અને ઈવેન્ટ પર એકબીજાનું ધ્યાન રાખતી અને સંભાળ રાખતી જોવા મળે છે.
આ પણ વાંચો…અનંત અંબાણી નહીં આ ખાસ વ્યક્તિ સાથે કમરમાં હાથ નાખીને પોઝ આપ્યા રાધિકાએ, વીડિયો થયો વાઈરલ…