કપૂર ખાનદાનના ચિરંજીવના લગ્નમાં અંબાણી પરિવારની Shloka Mehtaએ આ રીતે લૂંટી લાઈમલાઈટ…

અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે, હાલમાં જ કપૂર ખાનના ચિરંજીવ આદર જૈન અને આલેખાની ગ્રાન્ડ વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક બોલીવૂડ સેલેબ્સ અને નામી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવારને પણ આ લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને હર હંમેશની જેમ જ અંબાણી પરિવારની વહુરાણી શ્લોકા મહેતા (Shloka Mehta)એ પોતાના લૂક્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું શ્લોકાના આ લૂકમાં-
સોશિયલ મીડિયા પર શ્લોકા મહેતાનો સિમ્પલ પર રોયલ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. હંમેશાની જેમ જ પોતાની મિલિયન ડોલર સ્માઈલથી શ્લોકાએ લોકોનું દિલ જિતી લીધું હતું. આદર જૈન અને આલેખાના લગ્નમાં અડધું બોલીવૂડ ઉમટ્યું હતું, પણ શ્લોકા મહેતા અને આકાશ અંબાણી (Akash Ambani)ની વાત જ અલગ હતી ભાઈસાબ…
શ્લોકા અને આકાશે પેપ્ઝને ખૂબ જ સુંદર પોઝ પણ આપ્યા હતા. આકાશ અંબાણી અને શ્લોકા બંને સાથે ખૂબ જ ખાસ લાગી રહ્યા હતા. આકાશ અંબાણીએ આ સમયે બ્લ્યુ કલરનો સૂટ પહેર્યો હતો અને શ્લોકા પણ પેસ્ટલ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ આ સમયે લાઈટ ગ્રીન કલરના સુંદર લહેંગા ચોલીમાં લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ સુંદર આઉટફિટ સાથે શ્લોકાએ ગ્રીન મોતીઓનો મલ્ટી લેયર્ડ લોન્ગ નેકપીસ પહેર્યો હતો અને કાનોમાં તેણે મોટા ડગ્લર્સ અને હાથમાં મેચિંગ બેંગલ્સ પહેરી હતી. શ્લોકાના આ સુંદર લૂકના ફોટો અને વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
નેટિઝન્સ પણ અંબાણી પરિવારની વહુરાણીની સાદગી પર વારી ગયા છે અને લાઈક્સ અને કમેન્ટ કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે. નેટિઝન્સ કમેન્ટ બોક્સમાં શ્લોકાના વખાણ કરતાં નથી થાકી રહ્યા અને કહી રહ્યા છે કે શ્લોકા હંમેશની જેમ જ સિમ્પલિસિટીથી લોકોનું દિલ જિતી લે છે અને તેણે વધુ એક વખત આ પૂરવાર કરી આપ્યું છે આદરના લગ્નમાં.