મનોરંજન

આટલો સસ્તો આઉટફિટ પહેરીને Voting કરવા પહોંચી અંબાણી પરિવારની વહુ, વીડિયો થયો વાઈરલ…

ગઈકાલે જ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણી (Akash Ambani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો જેમાં તે પોતાની સાળી સાહિબા દિયા મહેતા સાથે જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીનો પત્ની શ્લોકા મહેતા (Shloka Mehta) સાથેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુઝર્સને આકાશ અને શ્લોકાની દોડી ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આવો જોઈએ આખરે આકાશ પત્ની શ્લોકા સાથે ક્યાં ઉપડ્યો હતો-

વાત જાણે એમ છે કે 20મી નવેમ્બરના મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન હતું અને આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયે બંને જણ સાથે ખૂબ જ ક્યુટ લાગી રહ્યા હતા. શ્લોકા અને આકાશ બંને જણ અંબાણી પરિવારના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની કેમેસ્ટ્રી હંમેશાથી જ લોકોને પસંદ આવે છે.

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરીને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ પેપ્ઝને સાથે પોઝ આપ્યા હતા. આકાશ અને શ્વોલા બંને એકબીજાનો હાથ પકડીને બહાર આવ્યા હતા અને આ સમયે પણ બંનેનો એકબીજા માટેનો પ્રેમ સ્પષ્ટ ઝલકાઈ રહ્યો હતો. શ્લોકા આ સમયે ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. તેણે ઓફ વ્હાઈટ કલરનો 2 પીસ કુર્તા સેટ પહેર્યો હતો.

રોઝપ્રેટ બ્રાન્ડના લૂઝ ફિટિંગ કુર્તાની વી નેકલાઈન આ આઉટફિટને અલગ લૂક આપી રહી હતી. કૂર્તા પર કલરફૂલ ફ્લાવર પ્રિન્ટ જોવા મળી રહી હતી. આ કુર્તાને તેણે મેચિંગ પેન્ટ સાથે પેયર કર્યું હતું અને એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર શ્લોકાના આ આઉટફિટની કિંમત 8,200 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Viral Video: Shloka Mehta નહીં આ મહિલા સાથે કારમાં ડ્રાઈવ પર નીકળ્યો Akash Ambani?!

નો મેકઅપ લૂક અને કાનમાં ડાયમંડ સ્ટડ, હાથમાં ઘડિયાળ અને બ્રેસલેટ પહેરીને શ્લોકાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. આ સિમ્પલ લૂકમાં પોતાની મિલિયન ડોલરની ક્યુટ સ્માઈલ સાથે શ્લોકા હંમેશાની જેમ જ ક્યુટ લાગી રહી હતી. આકાશે બ્લેટ પાંદડાવાળું વ્હાઈટ શર્ટ અને બ્લેકપેન્ટ હેન્ડસમ લાગી રહ્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો..

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button