Kokilaben Ambani સાથે દેખાઈ Shloka Mehta પણ લાઈમલાઈટ તો લૂંટી આ ખાસ વસ્તુએ…
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ની ઝીણામાં ઝીણી બાબત જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. સોશિયલ મીડિયા પર છેલ્લાં એક અઠવાડિયાથી ઈશા અંબાણીના ટીરા બ્યુટી સ્ટોર લોન્ચ ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
ઈવેન્ટના ઈનસાઈડ અનસીન ફોટો અને વીડિયોમાં અંબાણી પરિવારના બિગ બોસ કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) અને અંબાણી પરિવારની યંગ બ્રિગેડનો હિસ્સો એવી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા સાથે જોવા મળ્યા હતા. કોકિલાબેન અને ઈશા અંબાણી સાથે હોય ત્યારે કોઈ બીજું લાઈમલાઈટ લૂંટી જાય એવું બને તો નહીં પણ આ વખતે આવું બન્યું. આઈ નો હવે તમને પણ એના વિશે જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે. ચાલો તમને જણાવીએ આ વિશે-
ઈશા અંબાણીને સપોર્ટ કરવા માટે આખો અંબાણી પરિવાર અને બોલીવૂડના સેલેબ્સ પહોંચ્યા હતા. દરમિયાન પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા દાદી સાસુ કોકિલાબેન અંબાણી સાથે એન્ટ્રી લીધી હતી. અંબાણી પરિવારના મહિલા મંડળની તમામ મહિલાઓની ફેશન ઓવર ધ ટોપ હતી. પરંતુ સૌથી વધુ ચર્ચા જો કોઈની થઈ હોય તો તે છે શ્લોકા અને તેની હેન્ડ બેગની.
આ પણ વાંચો : આટલો સસ્તો આઉટફિટ પહેરીને Voting કરવા પહોંચી અંબાણી પરિવારની વહુ, વીડિયો થયો વાઈરલ…
શ્લોકા મહેતા દાદી સાસુ કોકિલાબેન સાથે ફૂલ ઓન ટશનમાં ઈવેન્ટમાં પહોંચી હતી. બોડી લેન્થ વ્હાઈટ ગાઉનમાં શ્લોકા હંમેશની જેમ સુંદર લાગી રહી હતી. આ સાથે તેણે ડાયમંડ જ્વેલરી સ્ટાઈલ કરી હતી પરંતુ સૌથી વધુ ચર્ચા તો શ્લોકાએ કેરી કરેલાં હેન્ડ પર્સની થઈ રહી છે. આ જ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પોપકોર્ન બેગ તો ઈશાએ બો ટાઈપની બેગ કેરી કરી હતી.
શ્લોકાએ આ સાસુ અને નણંદ બંનેને ટક્કર મારતાં બસના આકારની બેગ કેરી કરી હતી. આ બેગ ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. આ બેગને શ્લોકાએ સ્લિંગ બેગની જેમ કેરી કરી હતી અને આ બેગ તેના આઉટફિટ અને લૂકને કોમ્પ્લિમેન્ટ કરી રહી હતી. જોકે, આ બેગની કિંમત શું છે એનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી જોવા મળી રહ્યો પણ ઈશા અંબાણી અને નીતા અંબાણીની જેમ ચોક્કસ જ આ બેગની કિંમત પણ લાખોમાં હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.