બાલીમાં વેકેશનની મોજ માણતી જોવા મળી શિવાંગી જોશી, જુઓ વાઈરલ તસવીરો…

જાણીતી ટીવી અભિનેત્રી શિવાંગી જોશી અત્યારે બાલીમાં વેકેશન માણી રહી છે ત્યારે વેકેશનની મોજ કરતી તસવીરો શેર હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી બાલીમાં વેકેશન માણી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેને લઈ લાઈમલાઈટમાં આવી ગઈ છે. વાઈરલ તસવીરો જોઈને પણ ચાહકો પણ પ્રતિક્રિયા આપી હતી કે શિવાંગી પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર વ્હાઈટ ડ્રેસમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં શિવાંગી ધોધ અને પર્વતો વચ્ચે પોઝ આપતી જોવા મળે છે. સફેદ ઓફ-શોલ્ડર ક્રોપ ટોપ અને સફેદ હાઈ સ્લિટ સ્કર્ટ પહેરેલી શિવાંગી કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાતી.

આ ફોટોશૂટ દરમ્યાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ઘણા ફોટા પડાવ્યા છે. અભિનેત્રીએ ખીણો વચ્ચે ઝૂલવાનો પણ આનંદ માણ્યો હતો. તેણે પોતાના હીંચકા પર ઝૂલતા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. શિવાંગીએ એક મિરર ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં તે તેના ભીના વાળ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

વાઈરલ તસવીરો પર ચાહકો ઘણી બધી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું હતું કે ‘હું તેની સ્લિમ કમર જોઈ રહી છું, તે એકદમ પરફેક્ટ છે.’ બીજાએ ટિપ્પણી કરી હતું કે “પરી જેવી લાગે છે. તો બીજા એક ચાહકે લખ્યું હતું કે ઉનાળામાં બાલીમાં આગ લગાવી રહ્યા છો.’ આ સિવાય એક વ્યક્તિએ લખ્યું – ‘તું અપ્સરા જેવી લાગે છે.’
આપણ વાંચો : ‘રેડ-ટૂ’ ફિલ્મ પૂર્વે જોઈ લો વાણી કપૂરના આ ગ્લેમરસ લૂકને ભૂલી નહીં શકો