ઠાકરે પરિવારના કુળદીપકના લગ્નના વાઈરલ ફોટોનું સત્ય આવ્યું સામે, સચ્ચાઈ જાણીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને તમે ગૂંચવાઈ ગયા હશો, કે ભાઈ અહીંયા મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના મતદાનની ગણતરીઓ ગણાઈ રહી છે ત્યાં વળી આ ઠાકરે પરિવારમાં શું હલચલ મચી ગઈ છે? તો અહીંયા તમારી જાણકારી માટે અહીં રાજકારણમાં સક્રિય ઠાકરે પરિવારની વાત નથી થઈ રહી. આ તો મરાઠી બિગ બોસના વિજેતા અને એક્ટર શિવ ઠાકરેની વાત થઈ રહી છે.
ગઈકાલથી સોશિયલ મીડિયા પર શિવ ઠાકરેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે વરરાજાના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. ખુદ શિવ ઠાકરેએ આ ફોટો શેર કર્યા છે અને એની કેપ્શનમાં તેણે ફાઈનલી એવું લખ્યું છે. આ ફોટોને કારણે શિવ ઠાકરેએ લગ્ન કરી લીધા છે એવા સમાચાર સામે આવી રહ્યા હતા. પરંતુ હવે આ ફોટોની સચ્ચાઈ સામે આવી ગઈ છે.
આ પણ વાંચો : શોએબ ઈબ્રાહિમથી લઈને તનિષા મુખરજી અને શિવ ઠાકરે
શિવ ઠાકરેએ શેર કરેલા એક બીજા વીડિયોમાં કોઈ મિસ્ટ્રી ગર્લ સાથે ફેરા લેતો દેખાઈ રહ્યો છે. આસપાસના લોકો તેમના પુષ્પ વર્ષા કરી રહ્યા હતા. વીડિયોમાં કેમેરામેન પણ જોવા મળી રહ્યો છે, જે આ આખો સીન રેકોર્ડ કરી રહ્યો હતો. આ ફોટોની કેપ્શનમાં તેણે ચલો પેકઅપ એવું લખ્યું છે. જ્યારે વીડિયો પર તેણે ફાઈનલી ફર્સ્ટ શૂટ ઓફ 2026 લખ્યું છે.
શિવની આ બંને પોસ્ટ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ન તો શિવ ઠાકરેએ કોઈ સિક્રેટ વેડિંગ કર્યા છે કે ન તો કોઈ સાથે રિલેશનશિપમાં છે. શિવની બંને પોસ્ટ કોઈ ટીવી સિરીયલ કે એડ કેમ્પેઈનનો ભાગ હોઈ શકે છે. એક્ટરની પોસ્ટ પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરીને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો : વ્હાઈટ ઓફ-શોલ્ડર ડ્રેસમાં પ્રિયંકા ચોપ્રાએ ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોશો તો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી શિવની પોસ્ટ પર કમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું કે શિવ ભાઈ ધમાકો કરી દીધો. બીજા એક યુઝરે લખ્યું હતું કે શિવભાઈની મસ્તી કયારેય નહીં બંધ થાય. ત્રીજા એક યુઝરે લખ્યું કે છે હદ છે આ તો… અત્રે ઉલ્લેખનીય છે કે શિવ ઠાકરેએ શેર કરેલા ફોટો કોઈ મહારાષ્ટ્રીયન વેડિંગ જેવા લાગી રહ્યા છે.
શિવની આ પોસ્ટ પર ફેન્સ જ નહીં પણ સેલેબ્સે પણ કમેન્ટ કરી હતી. કોમેડી ક્વીન ભારતી સિંહે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ ક્યારે થયું ભાઈ, શુભેચ્છા… પૂનમ પાંડેએ લખ્યું હતું કે બધાઈ હો. જયંતી વાધધરેએ આશ્વર્ય વ્યક્ત કરતાં લખ્યું હતું કે શું? આ સિવાય માહી વિજ, રિદ્ધિમા તિવારી, આકાંક્ષા પૂરી સહિતના સેલેબ્સે આ શિવની પોસ્ટ પર કમેન્ટ કરી હતી.



