બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી… | મુંબઈ સમાચાર

બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી…

રિયાલિટી ટીવી શો બિગ બોસ 18થી ફરી એક વખત લાઈમલાઈટમાં આવનારી બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરનું હાલમાં જ એક્સિડન્ટ થયું હતું અને આ અકસ્માતમાં એક્ટ્રેસ સુખરુપ ઉગરી ગઈ હતી. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા, જેને કારણે તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ ચિંતામાં પડી ગયા હતા. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં શિલ્પા શિરોડકરે જણાવ્યું હતું કે આજે સિટી ફ્લોની એક બસ મારી કાર સાથે ટકરાઈ ગઈ. મુંબઈ સ્થિતિ ઓફિસના પ્રતિનિધિ યોગેશ કદમ અને વિલાસ મનકોટેએ જણાવ્યું કે આ તેમની કંપનીની નહીં પણ ડ્રાઈવરની જવાબદારી છે. કેટલા નિર્દયી લોકો છે આ? એક ડ્રાઈવર કમાઈ કમાઈને કેટલું કમાવતો હશે.

આ પણ વાંચો: બિગ બોસ 19’માં એન્ટ્રી અંગે મલ્લિકા શેરાવતે મૌન તોડ્યું, કહ્યું હું…

આ પોસ્ટમાં શિલ્પાએ મુંબઈ પોલીસ અને મુંબઈપોલીસ કમિશનરને ટેગ કરીને તેમનો આભાર માનતા લખ્યું હતું કે તેમણે મને કોઈ પણ મુશ્કેલી વિના ફરિયાદ નોંધાવવામાં મદદ કરી. પરંતુ કંપની આ એક્સિડન્ટની કોઈ પણ જવાબદારી લેવાનો ઈનકાર કરી રહી છે.

શિલ્પાએ પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું છે કે આ મામલામાં મારી સાથે જોડાવવા માટે સિટીફ્લો.આઈએનડી તમારો આભાર. ભગવાનનો આભાર કે મારો સ્ટાફ એકદમ હેમખેમ છે અને તેને કોઈ ઈજા નથી થઈ, પણ તેની સાથે કંઈ પણ થઈ શકતું હોત.

આ પણ વાંચો: બિગ બોસ 18ની સ્પર્ધક કશિશ કપૂરના ઘરે થઈ રૂ. 4.5 લાખની ચોરી, ઘરના ભેદી પર ચોરીનો આરોપ

શિલ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે અને ફેન્સ અને ફ્રેન્ડ્સ શિલ્પા માટે ચિંતિત થઈ ગયા હતા. અનેક જણાએ શિલ્પાની આ પોસ્ટ પર તેની ખબરઅંતર પૂછવાનું શરૂ કરી દીધું હતું અને તે સુખરૂપ છે એના માટે ભગવાનનો આભાર માન્યો હતો.

સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ 18માં શિલ્પા શિરોડકર સ્પર્ધક તરીકે જોવા મળી હતી અને તેણે પોતાની વાતો અને વર્તનથી લોકોના દિલ જિતી લીધા હતા. શિલ્પા 90ના દાયકનો એક જાણીતો ચહેરો અને તેણે અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button